Panchmahal

‘ગુજરાતી ગીત : સ્વરૂપ અને સ્થિત્યંતરો’ વિષય ઉપર મુનપુર કોલેજમાં એક દિવસીય રાજ્યકક્ષાનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો




ગોધરા: કડાણા તાલુકાના મુનપુર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને શ્રી એમ.જી. એસ કેળવણી મંડળ સંચાલિત અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી સી.આર. ગાર્ડી આર્ટસ કોલેજ સંયુક્ત ઉપક્રમે “ગુજરાતી ગીત: સ્વરૂપ અને સ્થિત્યંતરો” વિષય ઉપર એક દિવસીય રાજ્યકક્ષાનો પરિસંવાદ કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ અને ગુજરાતી સાહિત્ય પરરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. મહેમાનોનું સ્વાગત કોલેજના આચાર્ય એમ.કે.મહેતાએ સુતરની આંટી, ખાદીનો રૂમાલ પુસ્તક આપી અને માથે પાઘડી પહેરાવી કર્યું હતું.આ કાર્યક્રમમાં પરિષદ મહામંત્રી સમીર ભટ્ટે કાર્યક્રમ અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. પરિષદ પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ લય, કવિતા , સાહિત્ય અંગેની વાત કરી હતી . આ કાર્યક્રમ કુલ ચાર બેઠકમાં યોજાયો હતો. જેમાં બીજાં સત્રમાં કવિ વિનોદ જોષીએ ‘ગીતનું સ્વરૂપ: એક પુન:વિચાર વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું. જેમાં તેમણે ગીતના સ્વરૂપો, ભાષા, લય,ભાવ તાલ, તેમજ પોતાના કાવ્ય સંગ્રહો વિશે જણાવ્યું હતું. ત્યારબાદ કવિ રાજેશ પંડ્યાએ ‘દયારામ અને નાનાલાલના ગીત’માં તેમને તેમની કાવ્યપંક્તિઓની સમજૂતી આપી હતી. કવિ વિનોદ ગાંધીએ “ઉમાશંકર અને સુન્દરમ વિશેનો પરિચય તેમના અભિપ્રાયો, કાવ્યો સંગ્રહો, તેમના મતો અને કાવ્ય રચનાઓ રજૂ કરી હતી. બીજી બેઠકમાં મહેન્દ્ર જોષીએ કવિ રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતના જીવન પરિચય કાવ્ય કૃતિઓ અંગે માહિતી આપી. સંજુ વાળાએ કવિ રમેશ પારેખ અને અને ચંદ્રકાંત શેઠ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ સંશોધન પ્રસ્તુતિ કરી અંતે કાર્યક્રમમાં જોડાયેલા તમામને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાહિત્ય પરિષદના મંત્રીઓ,કવિઓ, કોલેજ આચાર્ય ડૉ. મહેશ મહેતા,વિદ્યાર્થીઓ,હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.હર્ષદા.જે, પ્રો.જયસિંહ.એલ., ડૉ.પરેશ ચૌધરીએ કર્યું હતું.આમ સમગ્ર કાર્યક્રમ ભારે ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો.

Most Popular

To Top