Charchapatra

ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પ્રવાસન ઉદ્યોગોની ભૂમિકા

ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024ના રિપોર્ટ મુજબ ભારત પ્રવાસન ઉદ્યોગો ધરાવતા 119 દેશોની યાદીમાં 39 મો ક્રમ ધરાવે છે.એક સંશોધન મુજબ નાણાંકીય વર્ષ 2027 સુધી ભારતીય યાત્રા બજાર 125 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. વર્ષ 2029 સુધી ભારતીય પ્રવાસન ઉદ્યોગો થકી આશરે 53 મિલિયન રોજગાર તકોનું સર્જન થવાની અપેક્ષાઓ છે. ભારતીય વિમાની સેવા બજાર 2027 સુધી લગભગ 20 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાની સંભાવના દર્શાવે છે.પર્યટન ઉદ્યોગોનો મુખ્યત્વે વિકાસ માળખાગત સુવિધાઓ જેમ કે ; ટ્રાન્સપોર્ટ સુવિધા – રેલવે, બસ અને વિમાની સેવાઓ ઉપર નિર્ભર રહેલો છે.

ટુરીઝમ ઇન્ડસ્ટ્રીના વિકાસ સાથે તેની સાથે સંકળાયેલી ગૌણ સુવિધાઓ જેમ કે; સારા રોડ, સારી સંચાર સુવિધાઓ, ખાનગી વાહન – વ્યવહાર સુવિધાઓ, ભારતનાં પ્રવાસન સ્થળો વિશે ડિજિટલ માહિતી પૂરી પાડતી વેબસાઈટ અને એપ્લિકેશન સુવિધાઓ, ટેલિકોમ સર્વિસીસ, તેમજ સારી હોટલ – રેસ્ટોરન્ટ સર્વિસ, સારા ગાઈડની સેવાઓમાં વધારો થશે. પર્યટકોની વધતી જતી સંખ્યા ભારતનાં બજારોમાં હોટલ- રેસ્ટોરન્ટ ઉદ્યગોની કમાણી તેમજ ભિન્ન -ભિન્ન વસ્તુઓ ,કલાકારીગરીના નમૂનાઓ ઉપરાંત હસ્તકલાના નમૂનાઓ વગેરે જેવી વસ્તુઓની માંગમાં વધારો કરશે.

પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે સરકાર પ્રવાસ સ્થળોએ વ્યવસ્થાપન કર્મચારીઓ, સાફ-સફાઈ કર્મચારીઓ, મેન્ટેનન્સ કર્મચારીઓ તેમજ ટુરીઝમ વિકાસ અને જાળવણી વિભાગો વગેરેમાં રોજગારીની તકો ઊભી કરશે. તે ઉપરાંત પ્રવાસન સ્થળોએ સ્થાનિક ધોરણે ચાલતી ખાણીપીણીની લારીઓ, ફોટોગ્રાફર્સ, સંગીતકારો, એનીમલ રાઇડ સેવાઓ, તે સ્થળે સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો, ઘરગથ્થુ વપરાશી વસ્તુઓનું વેચાણ કરતા વગેરે લોકોની આવકમાં વૃદ્ધિ થશે.ભારત એ શ્રદ્ધા અને માન્યતાઓનો દેશ છે.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક ફરવાલાયક સ્થળોની સરખામણીએ ધાર્મિક સ્થળો ( દરગાહ અને મંદિર) એ હરવા ફરવાનું મહત્ત્વ પણ ઓછું નથી. ભારતની પ્રજાની સાથોસાથ વિદેશી પ્રવાસીઓ પણ દાન – દક્ષિણામાં વિશ્વાસ ધરાવે છે. આથી દરગાહો અને મંદિરોને મળતા દાનમાં વૃદ્ધિ થવાની આવશ્યકતાઓ રહેલી છે. ભારતનાં પ્રવાસન સ્થળો વિકસાવવા તેમજ ઉત્તેજન આપવા ભારત સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે.જેમ કે; ; ‘ સ્વદેશ દર્શન યોજના’,’ દેખો અપના દેશ ‘, ‘ અતુલ્ય ભારત યોજના’ વગેરે.
ભરૂચ     – સૈયદ માહનુર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top