શહેરના અનેક સ્થળોએ હોર્ડિંગ્સ, બેનરો તથા વૃક્ષો ધરાશાયી, કેટલાક કાચા પાકા મકાનોના પતરાં, છાપરા ઉડ્યા..
કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાતા અંધારપટ છવાયુ…
હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી જ્યારે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે શહેરમાં બુધવારે સમી સાંજે સાડા છ વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તીવ્ર પવન વાવાઝોડાની સાથે 6મીમી વરસાદ ખાબક્યો હતો. અઢી ઇંચ થી વધુ વરસાદ શહેરમાં ખાબક્યો હતો.
બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી હતી બુધવારે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા ,ગાજવીજ સાથે વરસાદ ખાબકતા એકાએક રોડરસ્તાઓ પર તીવ્ર પવનને કારણે બે ફૂટના અંતરે જોવું પણ અસહ્ય બન્યું હતું જ્યારે અચાનક વાવાઝોડાને પગલે શહેરમાં ઠેરઠેર વાહનો થોભી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ભાદરવામા ગાજ્યા મેઘ વરસે નહીં તે ઉક્તિને ખોટી ઠેરવતી કુદરતે શહેરમાં ગાજવીજ, અને તીવ્ર વાવાઝોડા સાથે વરસાદ ખબક્યો હતો.
માત્ર અડધા કલાકમાં ખાબકેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો
શહેરમાં બુધવારે સાંજે ગાજવીજ સાથે ખાબકેલા વરસાદમાં 2.55 ઇંચ શહેરના કેટલાક વિસ્તારો જેવા સયાજીગંજ, લહેરીપુરા દરવાજા, શહેરના સંગમ ચારરસ્તા, કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર, પૂર્વ વિસ્તારમાં આવેલા ઝવેરનગર, પ્રભુનગર, સરસ્વતી સોસાયટી,માંજલપુર, અલકાપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.
શહેરમાં વાવાઝોડાને પગલે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
શહેરમાં બુધવારે સાંજે વરસાદ અને વાવાઝોડાને કારણે રોડપર બે ફૂટના અંતરે જોવું દુર્લભ બન્યું હતું જેના પગલે લોકોએ પોતાના વાહનો જ્યાં હતા ત્યાં થોભાવવાની ફરજ પડી હતી જેના કારણે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના કાલાઘોડા, પંડ્યા બ્રિજ, ફતેગંજ, અમીતનગર બ્રિજ, એરપોર્ટ રોડ, સંગમ ચારરસ્તા, ફતેપુરા, પાણીગેટ, રાજમહેલરોડ, સહિત અન્ય સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાંજે ઓફીસ, કંપનીઓ ના કર્મીઓ આ ટ્રાફિક જામમાં અટવાયા હતા.
શહેરના કેટલાક વિસ્તારોમાં આવેલા કાચા પાકા મકાનોના પતરાં, શેડ્સ ને નુકસાન થયું
શહેરના કેટલાક વિસ્તારોમાં અચાનક આવેલા વાવાઝોડા સાથેના વરસાદને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદજકાતનાકા, આજવારોડ, સોમાતળાવ, કારેલીબાગ,સયાજીગંજ ,ફતેપુરા, નવાપુરા, સહિતના અન્ય વિસ્તારોમાં મકાનોના પતરાં, શેડ્સ, સોલાર પેનલો, તૂટ્યા હતા. જેના કારણે ફાયરબ્રિગેડની ટીમ સતત દોડતી જોવા મળી હતી.
શહેરમાં કેટલાક સ્થળોએ જાહેરાતના હોર્ડિંગ્સ, બેનરો, વૃક્ષો ધારાશાયી થયા હતા
બુધવારે વાતાવરણ અચાનક પલટાતા ગાજવીજ સાથે તીવ્ર પવન સાથે વાવાઝોડું આવતા શહેરમાં ન્યાયમંદિર, રાવપુરા, કારેલીબાગ, એરપોર્ટ, કોઠી ચારરસ્તા સહિત શહેરના અનેક સ્થળોએ જાહેરાત માટે લાગેલા હોર્ડિંગ્સ ધરાશાઇ થયા હતા સાથે જ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો તથા વૃક્ષોની ડાળીઓ ધરાશાઇ થઇ હોય વૃક્ષો પડતા વાહનોને નુકસાન થયું હતું. જે અંગેના કોલ ફાયરબ્રિગેડની ઓફિએ સતત રણકતા રહ્યાં હતાં અને ફાયરબ્રિગેડની ટીમો દોડતી થઇ હતી.સાથે જ પાલિકાની ટીમો પણ દોડતી થઇ હતી.
વાવાઝોડાને પગલે શહેરના કેટલાક વિસ્તારમાં વિજળીગુલ
બુધવારે તીવ્ર પવન સાથે ત્રાટકેલા વાવાઝોડાને પગલે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીમાં, કારેલીબાગ, છાણી જકાતનાકા, માંજલપુર,તરસાલી, સોમાતળાવ, અટલાદરા, જૂના પાદરારોડ સહિતના વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. સાંજે અચાનક વાવાઝોડું તથા વીજળી ગુલ થતાં રસોઇ બનાવતા ગૃહિણીઓને, દુકાનદારોને ,ટ્યૂશન ક્લાસિસોને તકલીફ પડી હતી. વીજ કચેરીઓ ખાતે લોકોના ફોન સતત ગયા હતા જેના કારણે વીજ કંપનીના કર્મીઓ પણ દોડતાં થયા હતા.
શહેરમાં બુધવારે સાંજે વિજળીના કડાકા અને તીવ્ર પવન સાથે વાવાઝોડા સાથે અઢી ઇંચથી વધુ વરસાદ.
શહેરના અનેક સ્થળોએ હોર્ડિંગ્સ, બેનરો તથા વૃક્ષો ધરાશાયી, કેટલાક કાચા પાકા મકાનોના પતરાં, છાપરા ઉડ્યા…
કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાતા અંધારપટ છવાયુ…
હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી જ્યારે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે શહેરમાં બુધવારે સમી સાંજે સાડા છ વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તીવ્ર પવન વાવાઝોડાની સાથે 6મીમી વરસાદ ખાબક્યો હતો. અઢી ઇંચ થી વધુ વરસાદ શહેરમાં ખાબક્યો હતો.
બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી હતી બુધવારે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા ,ગાજવીજ સાથે વરસાદ ખાબકતા એકાએક રોડરસ્તાઓ પર તીવ્ર પવનને કારણે બે ફૂટના અંતરે જોવું પણ અસહ્ય બન્યું હતું જ્યારે અચાનક વાવાઝોડાને પગલે શહેરમાં ઠેરઠેર વાહનો થોભી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ભાદરવામા ગાજ્યા મેઘ વરસે નહીં તે ઉક્તિને ખોટી ઠેરવતી કુદરતે શહેરમાં ગાજવીજ, અને તીવ્ર વાવાઝોડા સાથે વરસાદ ખબક્યો હતો.
માત્ર અડધા કલાકમાં ખાબકેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો..