ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત જીઈઆરએમએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમ નજીક મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી કલ્ચરલ ઇવેન્ટમાં ભાવિ ડોક્ટરો ડીજેના તાલે ઝુમ્યા હતા. જેના પગલે વિવાદ ઊભો થયો હતો. આ વિવાદમાં ડીન તરીકે વધારો હવાલો સંભાળતા ડૉ. શોભના ગુપ્તા પાસેથી ડીનનો હવાલો લઈ લેવામાં આવ્યો હતો.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જીઈઆરએમએસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમ નજીક એક કલ્ચર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેડિકલ વિદ્યાર્થીઓએ ડીજેના તાલે ડાન્સ કરીને પાર્ટી યોજી હતી. આ પ્રોગ્રામને કારણે વિવાદ ઉભો થયો હતો, અને આ પોગ્રામનો વિડીયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન તરીકે વધારાનો હવાલો સંભાળનાર ડૉ. શોભના ગુપ્તા પાસેથી ડીન તરીકેનો વધારાનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, અને તેની જગ્યાએ ડૉ. અંકુર ઝાલાને તેમની હાલની ફરજો ઉપરાંત મેડિકલ કોલેજના ડીન તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલી ડીજે પાર્ટી વિવાદીત બની હતી.