હાઈકોર્ટે આપેલા આદેશ ને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યા
વડોદરામાં 18મી જાન્યુઆરીએ હરણી લેકઝોન દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલના નિર્દોષ 12 માસુમ બાળકો સહિત 14 વ્યક્તિના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત થયા હતા. સમગ્ર ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે આપેલા આદેશને યથાવત રાખ્યા છે.
વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ તત્કાલીન મનપા કમિશનર વિનોદ રાવ સામે તપાસનો આદેશ કર્યો છે. વિનોદ રાવે હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે રાવની અરજી ફગાવી તેમની સામે તપાસ કરવાનો આદેશ કર્યો છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તપાસની શરૂઆતમાં તેને વિફળ કરવાનું કોઈ કારણ નથી, કોર્ટના આદેશની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વગર તપાસ અધિકારી તપાસ કરી રહ્યાં છે.
હરણી દુર્ઘટના મામલે અગાઉ હાઈકોર્ટે બે આઈ.એ.એસ. અધિકારી એવા તત્કાલીન મ્યુ. કમિશનર વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ કર્યો હતો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, બંને અધિકારીઓને સત્તાનો દુરુપયોગ કરીને પોતાની જવાબદારી નીભાવી ન હતી. પરંતુ બંને કમિશનરે હાઈકોર્ટની નોટિસનો જવાબ આપવાની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તેઓની અરજીને ફગાવી દીધી છે.
PIL કરનાર એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે આપેલા આદેશ મુજબ આગળની તપાસ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો આદેશ પ્રમાણે જે તે વખતના વડોદરા પાલિકાના બન્ને કમિશ્નર પર આગળની તપાસ કરવાના આદેશ lને મંજૂરી આપી છે . સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના આદે ને નકારી સકે નહિ. એડવોકેટ હિતેશ ગુપ્તા એ વધુમાં જણાવ્યું હતું કે અમે પણ પૂરી તૈયારી કરી છે. અમે રાજ્ય ગૃહ મંત્રી ને પણ તમામ પુરાવા સાથે મળવાના છીએ અને આગળ ની કાર્યવાહી માટે ની તૈયારી કરવાના છીએ.