૪૫૦ મકાનોમાથી અંદાજે ૨૨૫ મકાનો કે જેમાં પૂર દરમિયાન નુકસાન થયું હતું તેનો સર્વે કરાયો..
શહેર ભાજપ પ્રમુખ તથા સ્થાનિક નગરસેવક નૈતિક શાહની સૂચના બાદ મોડે મોડેથી પણ કામગીરી શરૂ કરાઇ…
વડોદરા શહેરમાં ગત મહિને તા.26 થી 29 ઓગસ્ટ દરમિયાન પૂરપ્રકોપની સ્થિતિ સર્જાઇ હતી જેના કારણે શહેરમાં લોકોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પૂરપિડીતો માટે રાશનકીટ તથા કેશડોલ સહાય સાથે જ ઘરવખરીના નુકસાન અને કપડાંના નુકસાન માટે સહાયતા આપવામાં આવી હતી સાથે જ નાના દુકાનદારો, વેપારીઓ માટે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી જેમાં ઘણાં વિસ્તારો સર્વે કરવાથી વંચિત રહ્યાં હતાં ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદજકાતનાકા વિસ્તારમાં આવેલી હિરાબાનગર, માજીનગર, રંગવાટિકા પાસેના આવાસો જાંબુડિયાપુરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના મકાનો દુકાનોમાં નુકસાન થયું હતું. અહીં સ્થાનિક ધારાસભ્ય પણ લોકોની વેદના જોવા કે તકલીફ સમયે જોવા મળ્યાં ન હતાં. સ્થાનિક કાઉન્સિલરો દ્વારા પૂર બાદ પોતાના વિસ્તારોમાં રાશનકીટોના વિતરણ, આરોગ્ય સંબંધિત કેમ્પોમા વ્યસ્તતાને કારણે કેટલાક વિસ્તારોમાં સર્વે થયો ન હતો ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે સર્વેની કામગીરી પૂર કરવાની સૂચના આપતાં શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ તથા સ્થાનિક કાઉન્સિલર નૈતિકભાઇ શાહની સૂચનાથી સોમવારે હિરાબાનગર ખાતે પૂર દરમિયાન નુકસાનીના સર્વેની કામગીરીકરવામાં આવી હતી. હિરાબાનગરમાં સાડા ચારસો થી વધુ કાચા પાકા મકાનોમાથી સર્વે કરી પૂરઅસરગ્રસ્ત અંદાજે સવા બસ્સો લોકોને સહાય માટેના ફોર્મ, પૂરાવા સાથે ભરવામાં આવ્યા હતા. આ દરમિયાન મ્યુનિ. કાઉન્સિલર નૈતિકભાઇ શાહ સતત સર્વેની ટીમ સાથે રહ્યાં હતાં.