પિતૃ તર્પણ શ્રદ્ધાસભર શ્રાદ્ધપક્ષ ચાલી રહેલો હોવાથી અત્રે સુરત સાથેનો નાતો ઉલ્લેખનીય અને નોંધકીય એ છે કે, તાપી કિનારે દશરથ રાજાનું શ્રાદ્ધ થયેલ! સુરતમાં મહાદેવના મંદિર અને શિવલિંગના ઈતિહાસના તાર છેક ત્રેતાયુગ સુધી જોડાયેલા છે ત્યારે સ્પષ્ટતા જરુરી અને અનિવાર્ય એ છે કે, કતારગામ વિસ્તારના ભરતેશ્વર મહાદેવ મંદિરમાં રાજકુમાર ભરતે અહીં પિતા દશરથનું પિંડદાન પણ કર્યું હતું! ખેર, મૂળે અને મુદ્દે…!પૌરાણિક કથા અનુસાર રાજા દશરથના મૃત્યુ પછી ભરત અને શત્રુધ્નએ અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી હતી ત્યારે વનવાસ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા શ્રાદ્ધ કરવા ગયા ધામ પહોંચ્યા હતા!અલબત, એક અભ્યાસ અને અનુભવ મુજબ જયારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે.
તેમના પિંડદાનનો અધિકાર દિકરાને હોય છે કિન્તુ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે તો પોતાના પિતા દશરથનું પિંડદાન કર્યુ નહોતુ કે, નથી!આમ, વાલ્મિકી રામાયણમાં સીતાએ રાજા દશરથનું પિંડદાન કર્યું હતુ અને રાજા દશરથની આત્માને મોક્ષ મળ્યો હતો. વનવાસ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવા માટે ગયા ધામ પહોંચ્યા હતા. ત્યાં શ્રાદ્ધ કર્મ માટે જરૂરી સામગ્રી ભેગી કરવા માટે શ્રીરામ અને લક્ષ્મણ નગર તરફ ચાલવા લાગ્યા હતા. ત્યારે સીતાએ દશરથનું પિંડદાન ગયાજીમાં કર્યું હતુ!
સ્થળ પુરાણની એક પૌરાણિક વાર્તા અનુસાર, રાજા દશરથના મૃત્યુ પછી ભરત અને શત્રુધ્નએ અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી હતી પરંતુ રાજા દશરથને સૌથી વધારે પ્રેમ રામ પર હતો. એટલા માટે અંતિમ સંસ્કાર પછી તેમની ચિતાની રાખ ઉડતી ઉડતી નદીની પાસે પહોંચી. તે સમયે રામ અને લક્ષ્મણ ત્યાં હાજર નહતા અને સીતા નદીના કિનારા પર બેસીને વિચાર કરી રહી હતી. ત્યારે રાજા દશરથનું ચિત્ર તેમને દેખાતા સીતાને તે સમજવામાં થોડી પણ વાર ન થઈ કે રાજા દશરથની આત્મા રાખ દ્વારા તેમને કંઈક કહેવા માંગે છે.!રાજાએ સીતાને પોતાની પાસે સમય ઓછો હોવાની વાત કરતા પોતાના પિંડદાન કરવાની વિંનતી કરી. ત્યારે ત્યાં બપોર થઈ ગઈ હતી.
પિંડદાનનો સમય નીકળી રહ્યો હતો અને સીતાજીની વ્યાકુળતા વધતી ગઈ!સીતાએ રાજા દશરથની રાખને ભેગી કરીને પોતાના હાથમાં લઈ લીધી. તે દરમિયાન તેમને ત્યાં હાજર ફાલ્ગુન નદી, ગાય, તુલસી, અક્ષય વટ અને એક બ્રાહ્મમણને આ પિંડદાનના સાક્ષી બનાવ્યા!પિંડદાન કર્યા પછી જેવા શ્રીરામ અને લક્ષ્મણ સીતાની નજીક આવ્યા, ત્યારે સીતાએ તેમને બધી વાત જણાવી પરંતુ રામને સીતાની વાત પર વિશ્વાસ ન આવ્યો. તેના પછી સીતાએ પિંડદાનમાં સાક્ષી બનેલા પાંચ જીવોને બોલાવ્યા. પરંતુ રામને ગુસ્સામાં જોઈને ફાલ્ગુન નદી, ગાય, તુલસી, અને બ્રાહ્મમણ જૂઠું બોલ્યા. જ્યારે અક્ષય વટે સાચુ બોલીને સીતાનો સાથ આપ્યો હતો. ત્યારે ગુસ્સામાં આવીને સીતાએ જૂઠું બોલનાર ચારેય જીવને શ્રાપ આપ્યો. જ્યારે અક્ષય વટને વરદાન આપતા કહ્યું કે, હંમેશા લોકો તારી પૂજા કરશે અને જે લોકો પિંડદાન કરવા માટે ગયા આવશે તેમની પૂજા અક્ષય વટની પૂજા કર્યા પછી જ સફળ થશે.!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.