કાનપુરના પ્રેમપુર સ્ટેશન પાસે JTTN ગુડ્સ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડવામાં આવ્યું. ટ્રેક પર એક નાનો સિલિન્ડર રાખવામાં આવ્યો હતો. રવિવારે સવારે લગભગ 6 વાગ્યે લૂપ લાઇન પરના લોકો પાઇલટે સિલિન્ડર જોતાની સાથે જ ઇમરજન્સી બ્રેક લગાવી અને સિલિન્ડરથી 10 ફૂટ પહેલાં ટ્રેનને રોકી દીધી. દેશમાં 57 દિવસમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો આ 22મો પ્રયાસ છે. અગાઉ 20 સપ્ટેમ્બરે સુરતમાં રેલવે ટ્રેક સાથે ચેડાં કરવામાં આવ્યા હતાં. આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી છે. બીજી તરફ બિહારના મુઝફ્ફરપુર જંકશન પર શનિવારે રાત્રે મુઝફ્ફરપુર-પુણે સ્પેશિયલ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. સિગ્નલ ન મળતા ટ્રેન આગળ વધવા લાગી ત્યારે આ અકસ્માત થયો હતો.
ટ્રેનોને પાટા પરથી ઉતારવાના વધી રહેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલવે એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે. આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ અંતર્ગત અકસ્માતનું ષડયંત્ર રચવા બદલ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવશે. આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે. કાનપુરમાં 14 દિવસમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનું બીજું ષડયંત્ર કાનપુરના પ્રેમપુર સ્ટેશન પર સિલિન્ડર રાખવાની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ રેલવે અધિકારીઓ, આરપીએફ, જીઆરપી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, માલગાડી કાનપુરથી પ્રયાગરાજ જઈ રહી હતી. ટ્રેક પર રાખેલ 5 કિલોનું સિલિન્ડર ખાલી હતું. યુપીમાં 38 દિવસમાં ટ્રેન ઉથલાવવાનું આ પાંચમું ષડયંત્ર છે.
આ પહેલા 8 સપ્ટેમ્બરે કાનપુરમાં જ કાલિન્દી એક્સપ્રેસને ભરેલા સિલિન્ડરને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મુઝફ્ફરપુરમાં એન્જિનના 6 પૈંડા પાટા પરથી ઉતર્યા, ટ્રેન 1 કલાક લેટ મુઝફ્ફરપુર-પુણે સ્પેશિયલ ટ્રેનના એન્જિનના છ પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. પાટા પરથી ઉતરી ગયેલું એન્જિન પુણે-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન સાથે આવ્યું હતું. પ્લેટફોર્મ 4 પરથી એન્જિનને મુઝફ્ફરપુર-પુણે સ્પેશિયલ ટ્રેન સાથે જોડવાનું હતું. દરમિયાન ભાગલપુર-મુઝફ્ફરપુર ઇન્ટરસિટી જંકશન પર આવી રહી હતી. જેના કારણે એન્જિનને સિગ્નલ આપવામાં આવ્યું ન હતું અને તેને સિગ્નલ વગર આગળ ખસેડવામાં આવ્યું હતું.
રેલવે અધિનિયમની વર્તમાન જોગવાઈઓમાં રેલવે અધિનિયમ-1989ની કલમ 151 હેઠળ જો રેલવે અકસ્માતનું ષડયંત્ર સાબિત થાય તો મહત્તમ 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. હવે આ કાયદામાં પેટા કલમ ઉમેરીને તેને દેશદ્રોહની શ્રેણીમાં લાવવાની તૈયારીઓ થઈ રહી છે. રેલવે ટ્રેક પર બેરિકેડ લગાવવા એ દુર્ઘટનાનું ષડયંત્ર છે. જો તેના કારણે અકસ્માત થાય અને જાનમાલનું નુકસાન થાય તો આરોપીઓ સામે સામૂહિક હત્યાની કલમ પણ લગાવી શકાય છે. આ અંતર્ગત આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની જોગવાઈઓ હોઈ શકે છે. આ અંગે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. આ સંબંધમાં નવી જોગવાઈઓ ટૂંક સમયમાં સૂચિત થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિરોધ વગેરેને કારણે રેલ ટ્રાફિકને અસર થશે તો નવા બદલાયેલા નિયમો અસરકારક રહેશે નહીં. સંવેદનશીલ સ્થળો અને રેલવે એન્જિન પર કેમેરા લગાવવામાં આવશે
રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેક પર બેરિકેડ લગાવવાના કાવતરાનો સામનો કરવા માટે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસંદગીની પેસેન્જર ટ્રેનો પસાર કરતા પહેલા પાઇલટ લોકો ચલાવવામાં આવે છે. આ સાથે રેલવે ટ્રેક પર પોલીસ અને ગેંગમેનની તપાસ વધારી દેવામાં આવી છે. રેલવે આગામી દિવસોમાં સંવેદનશીલ સ્થળોએ કેમેરા લગાવવાની તૈયારી કરી રહ્યું છે.
રેલવે એન્જિન પર પણ કેમેરા લગાવવાની યોજના છે, જેથી રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે. આવી સ્થિતિમાં ટ્રેક પર અવરોધની સ્થિતિમાં, ડ્રાઇવરો અગાઉથી ટ્રેનને રોકી શકશે. કીમ-કોસંબા રેલવે ટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાંખ્યા હતાં. ડોગ-સ્ક્વોડની મદદ લેવાઈ, NIAની ટીમ પણ ઘટનાસ્થળે સુરતમાં કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે. અજાણ્યા શખસે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી નાખી હતી, સાથે સાથે રેલવેટ્રેકને જોડતા 71 પેડલોક કાઢી નાખ્યા હતા. આ ઘટના એક વખત નથી બની એટલે આવું કરનારા આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ હોવાની દિશામાં તપાસ થવી જોઇએ.