Panchmahal

હાલોલ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરતા સર્વત્ર પાણી જ પાણી

હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા વાદળોની વચ્ચે છુપાઈ ગયા હતા અને મેઘરાજાએ જાણે વિદાય લીધી હોય તેઓ માહોલ સર્જાયો હતો જેને લઇને ફરી એકવાર ઉનાળા જેવી કાળઝાળ ગરમીનો આરંભ થયો હતો જેમાં દિવસ પર તપતા સૂર્ય દાદાને કારણે વાતાવરણમાં ભારે બફારા અને ઉકળાટ સાથેની અસહ્ય ગરમીથી હાલોલ નગર સહિત તાલુકા પંથકની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી જોકે આજે રવિવારે સાંજના સુમારે એકવાર ફરી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને વાદળો કાળા ડિંબાંગ થઈ ગયા હતા અને એકાએક જ ફરી એકવાર મેઘરાજાએ વાદળોમાંથી ડોક્યુ કરી દસ્તક દીધી હતી અને અને અચાનક જ મેઘરાજાએ પોતાની ધમાકેદાર એન્ટ્રી નોંધાવી ધોધમાર સ્વરૂપે વરસી પડતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું

સર્વત્ર હાલોલ નગર સહિત તાલુકો જળબંબાકાર બન્યો હતો જેમાં આજે રવિવારે સાંજે 5:30 વાગ્યાના સુમારે એકાએક ધોધમાર સ્વરૂપે ટુટી પડેલા વરસાદને પગલે સમગ્ર હાલોલ તાલુકા પંથકમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જોકે આજે લાંબા સમય બાદ ફરી એક વાર વરસાદ વરસતા ધરતીપુત્રોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી જ્યારે હાલોલ નગર ખાતે પણ સાંજે તૂટી પડેલા ધોધમાર વરસાદને પગલે નગરના હાર્દ સમા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા અને ઠેર ઠેર ફરી એકવાર કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાતા આ રસ્તેથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકો ભારે હાલાકીઓ પડી હતી જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારો સોસાયટીઓ અને ફળિયાઓમાં પણ પાણીના ખાબોચિયા ભરાયા હોવાના લીધે ગંદકી અને કાદવ કીચડથી રોડ ફરી ઉભરાયા હોવાની બુમો ઉઠી હતી જેમાં આજે રવિવારે સાંજે અડધો કલાક જેટલા સમય સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા છેલ્લા કેટલાય દિવસથી કાળઝાળ ગરમી અસહ્ય બફારો અને ઉકળાટ વેઠી રહેલી નગર સહિત તાલુકા પંથકની પ્રજાએ પણ ઠંડકનો અહેસાસ કરી વરસાદની ખુશનુમાં ઠંડકની અનુભૂતિ મહેસુસ કરી ઠંડકભરી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી જોકે જાણવા મળતી માહિતી મુજબ હાલોલ પંથકનો અત્યાર સુધીનો કુલ 1070 મિલી મીટર ઉપરાંત વરસાદ નોંધાયો છે જેને લઇને પંથકનો કુલ 100 ટકા જેટલો સિઝનનો વરસાદ નોંધાઈ જવા પામ્યો હોવાની માહિતી પણ વિશ્વસનીય સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

Most Popular

To Top