સરકાર નવા ઓરડા મંજૂર કરતી નથી
નસવાડી તાલુકા ના સેંગપુર ગામે ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળામાં 250 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આઠ ઓરડામાંથી છ ઓરડામાં પતરામાંથી ચોમાસાની સીઝનમાં ચાલુ વરસાદમાં પાણી પડતું હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં હોવા છતાં સરકાર નવા ઓરડા મંજૂર કરતી નથી.
નસવાડી તાલુકા ના સેંગપૂર ખાતે સૌથી મોટી પ્રાથમિક શાળા આવેલી છે. ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળામાં આજુબાજુના ત્રણ જેટલા ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. શાળામાં આઠ ઓરડા છે. જેમાં છ ઓરડામાં પતરામાંથી ચોમાસાની સીઝન માં ચાલુ વરસાદમાં પાણી પડે છે. જેનાથી ચોમાસામાં બાળકોને બેસાડવામાં મુશ્કેલી પડે છે. આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને અભ્યાસની ભૂખ વધી છે. સરકાર એક ભણેલી દીકરી એક પેઢી તારે તેવા સૂત્રો થી સભાઓ ગજવે છે. પરંતુ પાયાની સુવિધા શાળાના ઓરડા 50 – 50 વર્ષ જુના થઇ ગયા છે અને જર્જરિત થઇ ગયા છે. પરંતુ નવા ઓરડા ના બનાવાતા આદિવાસી વિદ્યાર્થીઓ છતમાંથી ચોમાસા ની સીઝન માં ચાલુ વરસાદમાં ટપકતા પાણીમાં પણ બેસવા મજબુર બન્યા છે અને આવી પરિસ્થિતિ માં શિક્ષણ મેળવે છે. જયારે નસવાડી તાલુકાના સેંગપુર ગામે છેલ્લા બે વર્ષ થી આ પરિસ્થિતિ છે. તાલુકામાં અનેક જગ્યાઓ ઉપર આવી પરિસ્થિતિ છે. પરંતુ તંત્ર ના અધિકારીઓ પ્રાથમિક શાળા ના ઓરડા બનાવવામાં રસ ના રાખતા ઓરડા મંજુર થતા નથી..જયારે તાલુકાની સારી શાળાઓમાં આવી પરિસ્થિતિ ઉભી થતા શિક્ષકો પણ મુંઝવણ માં મુકાય છે. કારણ કે બાળકોને શિક્ષણ આપવું છે પરંતુ છતમાંથી પાણી પડે ત્યારે બાળકોનું ધ્યાન અભ્યાસ માંથી હટી જાય છે. ચોમાસાંના ચાર મહિના આવી પરિસ્થિતિ રહેતા બાળકોનો અભ્યાસ બગડે છે સરકાર દ્વારા અનેક ઉત્સવો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ત્યારે શાળા ના ઓરડા બનાવવા માટે વર્ષો વીતી જાય ત્યાં સુધી ઓરડા ના બનતા આદિવાસી સમાજ માં વહીવટી તંત્ર ના અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.