Charchapatra

રાજ્યોના નોંધપાત્ર કાર્યો

દેશના રાજ્યોના નીચેના નોંધપાત્ર કાર્યો આવકાર્ય હોઈ અભિનંદનીય છે અને આવા કાર્યો અન્ય રાજ્યો માટે પ્રજાહિતમાં અનુકરણીય પણ છે. (1) ઉત્તર પ્રદેશની યોગી સરકારે 60 હજારથી વધુ કોન્સ્ટેબલ પદો માટે 48 લાખ જેટલા વિક્રમ ઉમેદવારોમાંથી 32 લાખ પરિક્ષામાં હાજર ઉમેદવારોની નોંધપાત્ર એવી પરિક્ષા સફળતાપૂર્વક પસાર કરાવી. ઉમેદવારો માટે 47 વિશેષ ટ્રેનો દોડાવાઈ હતી અને ત્રિસ્તરીય સીસી ટીવી મોનિટરીંગ સીસ્ટમ લગાડવામાં આવી હતી. આખા દેશમાં આવી પ્રથમ પ્રકારની મોટી પરિક્ષા બનેલ છે. (2) ગુજરાતમાં 80 નવી ફેમિલી કોર્ટો સ્થાપિત કરીને તાલુકા અને ગ્રામ્ય સ્તરે ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં નાગરિકોને કોર્ટની ન્યાયિક સેવા ઉપલબ્ધ કરાવેલ છે. આમ હાલ રાજ્યમાં જુની 45 અને નવી 80 ફેમીલી કોર્ટો સાથે કુલ 125 કોર્ટો કાર્યરત બનશે. (3) કેરળમાં સરકારી હોસ્પિટલોમાં મેડીકલ ઓડીટ શરૂ કરાશે. મેડીકલ સ્ટાફ સામે બેદરકારીના તમામ આક્ષેપોની તપાસ તેમજ દર્દીને આપવામાં આવેલ સારવાર પ્રોટોકોલ અનુસાર હતી કે નથી તેની આ ઓડીટમાં તપાસ કરાશે.

(4) ઉત્તર પ્રદેશની શાળાઓમાં હવે વાહનો લાવનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીનો નિર્ણય. (5) બોગસ ડોક્ટરોને રોકવા માટે મહારાષ્ટ્ર મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ ડોક્ટરોને હવે ક્યુ આર.કોડ આપવામાં આવશે જે સ્કેન કરતા ડોક્ટરની ડીગ્રી, ડીપનોમાં અને અનુભવોની જાણ થશે. (6) કેરળમાં મહીનાના ચાર દિવસ બાળકોએ સ્કૂલોમાં સ્કુલ બેગ લઈ જવાની રહેશે નહી. અને ધો.1થી 10ના બાળકોની બેગનું વચન પણ નક્કી કરાશે. (7) ઉત્તર પ્રદેશમાં પેપર લીક કરાનારાને એક કરોડ રૂપિયાનો વિક્રમ દંડ કરાશે અને બે વર્ષથી આજીવન કેદ સુધીની કેદનો નિયમ લાગુ કરાયેલ છે, સંપત્તિ જપ્ત કરાશે અને ખર્ચ પણ વસુલાશે. (9) ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે ધર્માંતરણ માટે આજીવન કેદની જોગવાઈનો નિયમ લાગુ કરેલ છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top