Comments

કેજરીવાલનો રાજકીય દાવ, શું મોદી-શાહ પાસે છે તેનો જવાબ

આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ ફરીથી રાજકારણનાં સોગઠા ફેક્યાં છે. જ્યારે તેમણે રાજકીય મેદાનમાં આગમન કર્યું ત્યારે રાજકીય નૈતિકતાના શપથ લીધા હતા. બાદ તિહાર જેલમાંથી નૈતિકતાના આધારો પર પણ રાજીનામું આપવાનો ઇનકાર કરી દિલ્હી પર શાસન કર્યા પછી સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ આખરે તેમણે રાજીનામું આપ્યું.  કોઈને અપેક્ષા ન હતી કે, જેલમાંથી બહાર નીકળ્યા પછી જેનું ભવ્ય નિર્માણ અને ટાળી શકાય તેવા વિવાદને જન્મ આપનારા મુખ્યમંત્રીના ભવ્ય નિવાસસ્થાનમાં આરામથી રહેશે, અને તે પણ દારૂના કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કર્યા પછી, જે નેતા નવા વિચારો સાથે રાજકીય ક્ષેત્રે આવ્યો હતો. એક પ્રામાણિક અને સાચ્ચા રાજકારણીની તેમની કાળજીપૂર્વક બનાવેલી છબીમાં દાગ લાગ્યો છે.

તેમના કટ્ટર હરીફ ભાજપ સહિત ઘણાને અપેક્ષા ન હતી કે આ ચાલાક રાજકીય ચાલમાં તેઓ અચાનક મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે અને સીધા જ જમીન પર ઉતરશે. આવતા વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તેમણે પોતે જ તેની તૈયારી શરુ કરી, મહારાષ્ટ્ર અને ઝારખંડ સાથે બે મહિનાના સમયગાળામાં તેની ચૂંટણી યોજવાની માગ કરી છે. કદાચ તેમની પાસે રાજીનામું આપીને રાજનૈતિક વિરોધીઓ સામે લડવાનો આથી સારો કોઈ રસ્તો ન હોઇ શકે.

વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે ત્યારે વફાદાર આતિશી માર્લેનને મહોરું બનાવી મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું અને રાજકીય કામગીરીની સંપૂર્ણ પકડ હાથમાં લેવી ચોક્કસપણે ખરાબ સોદો નથી. વાસ્તવમાં તેમને શ્રેય આપવું જોઈએ કે તેમણે ચાલાકીપૂર્વક સીએમ હાઉસથી દૂર રહીને રાજકીય દાવપેચ માટે વધુ જગ્યા બનાવી છે અને આ રીતે દારૂના કૌભાંડની આડમાં તેમની સામે ભાજપના આક્રમણ અને આલિશાન મુખ્ય પ્રધાનના બંગલા પર ચાલી રહેલા વિવાદની તીવ્રતા ઓછી કરી છે.

આ સિવાય, તેમના આ મહત્ત્વના રાજકીય નિર્ણય પાછળ મુખ્ય કારણ વહીવટ અને શાસન સંબંધિત બાબતો પર લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેના સાથેનો તેમનો ચાલી રહેલો ઝઘડો છે. અમુક સમયે, સક્સેનાને લક્ષ્મણ રેખાને પાર કરવા અને આપ સરકારનો રાજકીય મુકાબલો કરવાના આરોપનો સામનો કરવામાં વાંધો નહોતો. જેમ કે આ દિવસોમાં દેશભરનાં રાજભવનોમાં ખાસ કરીને વિપક્ષશાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રચલિત સંસ્કૃતિ છે.

દેખીતી રીતે, કેજરીવાલ, જેમને તેમના માર્ગમાં કોઈ પણ ખાડો આવવાનું પસંદ નથી ભલે કંઇ ચાલી રહ્યું હોય, રાજકીય રીતે હોય કે વહીવટી રીતે, દિલ્હી સરકારની બાબતો હોય કે વિપક્ષી એકતાનું માળખું- એમના રાજીનામાના નાટકની અંદર ઘણી બધી તકો દેખાઇ છે. સૌથી અગત્યની બાબત એ છે કે, તે તેને એક સ્વચ્છ છબી ધરાવતા રાજકારણના નૈતિક પદ પર ફરીથી કબજો કરવાની તક આપશે કારણ કે તેની આસપાસનાં લોકો મુજબ કે દારૂના કૌભાંડે તેમની છબીને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. મુખ્યમંત્રી તરીકે કેજરીવાલ જેલમાંથી બહાર નીકળ્યા પછી, લેફ્ટનન્ટ ગવર્નર હવે વધુ આક્રમક રીતે તેમના પર હુમલો કરે તેની પ્રબળ સંભાવના છે. જ્યારે દિલ્હી જે તેમની રાજકીય જીવનરેખા છે ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે આપના કર્તાધરતાને આવો મુકાબલો પરવડી શકે તેમ નથી.

તેમના અંગત રાજકીય અસ્તિત્વના દૃષ્ટિકોણથી અને વિરોધ પક્ષોમાં તેમનો ગ્રાફ વધારવા માટે દિલ્હી વિધાનસભામાં સતત ત્રીજી વખત ઝળહળતી જીત મેળવવી એ તેમના રાજકીય અસ્તિત્વનો નિર્ણાયક છે – બીજો ભાગ તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ છે જે તેને વડા પ્રધાન કાર્યાલય સુધી લઇ જવા માટે સક્ષમ બનાવી શકે છે. તેમની અને તેમના પક્ષની સ્થિતિ જોતાં, ખૂબ જ ઊંચી અકાંક્ષા છે. તેમ છતાં, રાજકારણની કળાના માસ્ટર-ટેક્ટીશિયન, જેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં આ કળા હસ્તગત કરી છે. તે કંઈ પણ થાય, ચોક્કસપણે શાંત નહી રહે. જે રીતે આગામી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ મુખ્યમંત્રીના કાર્યાલયની જવાબદારીઓમાંથી મુક્ત થઈને લડી રહ્યા છે તે જોતા હાર નથી દેખાઇ રહી, પણ જો તેને ઓછી બહુમતી મળે તો?

નંબર વધુ નિર્ણાયક હશે. જો તેઓ સરકાર બનાવે તો પણ ઓછું સંખ્યાબળ ચોક્કસપણે તેમની સ્થિતિ નબળી પાડશે અને મોદી-શાહની આગેવાની હેઠળના ભાજપને કેજરીવાલની લોકપ્રિયતા પર સવાલ ઉઠાવવા માટે એક મોકો આપશે સાથે જ લોકોનો વિશ્વાસ ગુમાવવા વિશે અસંખ્ય આંગળીઓ ઊભી થશે. આવા કિસ્સામાં તે પોતાને મોટા દેખાડવાની રમત રમશે. કેજરીવાલ પાસે દરેક રીતે ભાજપની આક્રમક ષડયંત્રનો બદલો લેવાની ક્ષમતા અને યુક્તિ છે. આ એટલા માટે લાગે છે  જ્યારે રાજકીય મેલોડ્રામા, વિરોધની કળા અને ભોગ બનેલા વિક્ટિમ કાર્ડ રમવાની વાત આવે તેમણે તેમના દાયકાના લાંબા રાજકીય જીવનમાં તેમના અનુભવી અને વધુ વરિષ્ઠ રાજકીય નેતાઓને પાછળ છોડી દીધા છે

જેમ કે કેજરીવાલને I.N.D.I.A. બ્લોકના ભાગીદારો ખાસ કરીને કોંગ્રેસ સાથે સારા સંબંધ નથી. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીની તર્જ પર, રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને ઓવરરાઇડ કરી રહ્યા છે. AAPના વડા સારી રીતે જાણે છે કે તેમણે દિલ્હીની ચૂંટણી શાનદાર રીતે જીતવી છે જેથી વિપક્ષના રાજકારણમાં મુખ્ય ખેલાડી બની શકે. વિધાનસભાની ચૂંટણીમાં સત્તામાં ઘટાડો થવાનો અર્થ એ થશે કે કેજરીવાલ બીજી ઢોલકી વગાડશે જે તેમને નાપસંદ છે.

મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપીને કેજરીવાલે ચોક્કસપણે એક હિંમતભર્યું અને ગણતરીપૂર્વકનું પગલું ભર્યું છે. AAPની અંદર અને લોકોની નજરમાં, દારૂના કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરીને, તેમની સ્થિતિને મજબૂત બનાવવાની તેમની પ્રેરક શક્તિ છે. કોઈ પણ સંજોગોમાં સુપ્રીમ કોર્ટની સખત જામીન શરતોએ તેમને મુખ્યમંત્રી તરીકે કામ કરવાની સ્વતંત્રતા આપી ન હોત. તે કદાચ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપીને તેને મહાન બલિદાન તરીકે બતાવી શકે છે. વિધાનસભાની ચૂંટણી બહુ દૂર હતી તો તેમણે આ પગલું ભર્યું કેમ હશે? તેમની પાર્ટી તેમના અને તેમના સાથીદારો જેમ કે મનિષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે જોતાં આવા સંજોગોમાં તે અસંભવિત લાગે છે.

અહીંથી કેજરીવાલે ભ્રષ્ટાચારના દાગ અને તેમની આગેવાની હેઠળના પક્ષના અડધો ડઝન ટોચના નેતાઓની જેલની સજાનો સામનો કરીને AAP અને પોતાને ફરીથી શોધવાના મિશન પર પ્રયાણ કર્યું છે. છેવટે AAPનો જન્મ ભ્રષ્ટાચારવિરોધી ચળવળના પરિણામે થયો હતો જે અણ્ણા હજારેની આગેવાની હેઠળ અને ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના બેનર હેઠળ યોજાયો હતો. કેજરીવાલે આ ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને પરિણામે તેઓ પોતાને ભાવિ રાજકીય સંગઠન AAPના નેતા તરીકે રજૂ કરવામાં સક્ષમ હતા.

આ પૃષ્ઠભૂમિમાં તેના માટે તિહાર જેલમાંથી બહાર આવ્યા પછી જીવનની નવી રમત રમવી હિતાવહ છે. એ નોંધવું અગત્યનું છે કે તે જામીન પર છે અને કથિત દારૂના કૌભાંડને લગતા કેસની હજુ પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શું મોદી સરકાર આવા સંજોગોમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કેસને જોરશોરથી આગળ ધપાવવાનું જોખમ લેશે અથવા દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેજરીવાલને ફરી એક વાર જેલના સળિયા પાછળ ધકેલી દેશે? આવી કોઈ પણ ઘટના કેજરીવાલને ભાજપને ફાયદો પહોંચાડવાને બદલે કેજરીવાલને વધુ મદદ કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top