Dakshin Gujarat

‘આજે બચી ગયા, અમારી સામે આવશો તો મારી નાખીશ’ ઓવાડાના પંચાયતના સભ્યની દાદાગીરી

વલસાડ : વલસાડ તાલુકાના ઓવાડા ગામે ગણપતિ વિસર્જનમાં રસ્તા પર વાહનો મુકવા તેમજ ચૂંટણીની જૂની અદાવત રાખીને ગ્રામ પંચાયતના સભ્યએ એમના પરિવાર સાથે મળીને મહિલા તથા તેના પરિવારને સળિયા તેમજ લાકડાના ફટકા મારી ઇજા પહોંચાડતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વલસાડ તાલુકાના ઓવાડા ગામે ભવાની ફળિયામાં રહેતી સરલાબેન ભીખુભાઈ પટેલ ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ફળિયામાં રહેતી કંચન પરાગ પટેલ, મનીષ પરાગ પટેલ, ઓવાડા પંચાયત સભ્ય ભાવેશ પરાગ પટેલ તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ ગામમાં ગણપતિ વિસર્જન દરમ્યાન બીજા વ્યક્તિઓ વચ્ચે રસ્તામાં મુકેલા વાહનને લઈને કંચનબેન અને સરલાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગણપતિ વિસર્જન તથા અગાઉ ગામમાં થયેલી ચૂંટણીમાં સપોટ નહીં કર્યાની અદાવત રાખીને ભાવેશ, મનીષ અને કંચનબેને હાથમાં લાકડા તથા લોખંડની પાઇપ લઇને સરલાબેનના ઘરે જઈને ચંદનબેન અરવિંદ પટેલ, દેરાણી નેહાબેન રમેશ પટેલ, પતિ ભીખુ પટેલ અને દિયર અરવિંદ રવજીભાઈ પટેલને માર માર્યો હતો.

ગામ પંચાયત સભ્ય ભાવેશે દાદાગીરી કરીને તમામને માર્યા હોવા છતાં જતા જતા ધમકી આપી કે, આજે બચી ગયા પરંતુ અમારી સામે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે ઘાયલ થયેલા લોકોને ખાનગી કારમાં વલસાડ સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કર્યા છે. જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે સરલાબેન પટેલે આરોપી ભાવેશ પરાગ કોળી પટેલ, મનીષ પરાગ કોળી પટેલ અને કંચનબેન પરાગ કોળી પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ તા આગળની તપાસ પીઆઇ જીત્યા કરી રહ્યા છે.

Most Popular

To Top