Business

અમેરિકાથી આ સમાચાર આવતા ભારતીય શેરબજારમાં તોફાની તેજી

નવી દિલ્હીઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકામાં મોટા રેટ કટની અસર માત્ર વૈશ્વિક બજાર પર જ નહીં પરંતુ ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. સપ્તાહના ચોથા કારોબારી દિવસે આજે ગુરુવારે તા. 19 સપ્ટેમ્બરના રોજ શેરબજારના બંને સૂચકાંકોની શરૂઆત મજબૂત ઉછાળા સાથે થઈ હતી.

એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના વધારા સાથે 83,481.02 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પણ 100 પોઈન્ટના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

થોડી જ વારમાં સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બજાર ખુલે તે પહેલા પ્રી-સેશનમાં સેન્સેક્સ ઈન્ડેક્સ 510 પોઈન્ટના વધારા સાથે 83,478ના સ્તરે પહોંચી ગયો હતો. શેરબજારમાં જ્યારે ટ્રેડિંગ શરૂ થયું ત્યારે BSE સેન્સેક્સ 532 પોઈન્ટના ઉછાળા સાથે સવારે 9.15 વાગ્યે ખુલ્યો અને થોડીવારમાં જ તે 690.11 પોઈન્ટના ઉછાળા સાથે 83,638ના સ્તરે પહોંચી ગયો.

નિફ્ટીએ પણ વેગ પકડ્યો અને ટ્રેડિંગની માત્ર 5 મિનિટમાં 199.40 પોઈન્ટ વધીને 25,576ની સપાટીએ પહોંચી ગયો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે 567 પોઈન્ટના ઉછાળા સાથે 53,317.65 ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

અમેરિકાથી આવેલા આ સમાચારને લીધે તેજી
અમેરિકામાં કોઈપણ નાણાકીય હિલચાલની સીધી અસર ભારતીય બજારો પર પડે છે અને આ વખતે પણ એવું જ થયું છે. યુએસ ફુગાવો નિયંત્રણમાં છે તેમ કહીને અમેરિકાની સેન્ટ્રલ બેંકે લગભગ ચાર વર્ષ બાદ મોટી રાહત આપી છે અને પોલિસી રેટમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકા (યુએસ રેટ કટ)નો ઘટાડો કર્યો છે. આ પછી અમેરિકામાં વ્યાજ દરો ઘટીને 4.75 ટકાથી 5 ટકાના સ્તરે આવી ગયા છે. અગાઉ તે લાંબા સમય સુધી 5.25 ટકાથી 5.5 ટકાના સ્તરની વચ્ચે રહ્યાં હતાં. આ ન્યૂઝ આવતા જ ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી છે.

ગઈકાલે શેરબજાર તૂટ્યું હતું
આ અગાઉ યુએસ ફેડની રેટ કટની જાહેરાત પહેલા ગઈકાલે બુધવારે ભારતીય શેરબજારમાં મંદી જોવા મળી હતી અને બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 131 પોઈન્ટ ઘટીને 82,948.23 ના સ્તરે બંધ થયો, જ્યારે એનએસઈ નિફ્ટી 41 પોઈન્ટ ઘટીને 25,377.55 ના સ્તરે બંધ થયો. પરંતુ અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડાના સમાચાર અને ટૂંક સમયમાં રાહત મળવાના કારણે નેસડેક થી S&P500 જેવા વૈશ્વિક બજારોમાં ઉછાળાની અસર ભારતમાં પણ દેખાઈ રહી છે.

આ 10 શેર્સમાં તોફાની તેજી
શેરબજારમાં તોફાની ઉછાળા વચ્ચે 10 શેરો તોફાની ઉછાળા સાથે દોડ્યા હતા, જે કંપનીઓના શેરમાં શરૂઆતી વેપારમાં ઉછાળો જોવા મળ્યો હતો તેમાં વિપ્રોથી લઈને ટીસીએસ અને એનટીપીસી સુધીના નામનો સમાવેશ થાય છે. એક તરફ NTPC શેર 3.03%ના ઉછાળા સાથે રૂ. 426.40 પર પહોંચ્યો હતો, જ્યારે વિપ્રો શેરમાં 2 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.

એક્સિસ બેંક અને ટીસીએસના શેરમાં પણ 1.50%નો ઉછાળો જોવા મળ્યો હતો. એક્સિસ બેંકનો શેર 1.35% વધીને રૂ. 1255.10 પર હતો, જ્યારે TCSનો શેર 1.32% વધીને રૂ. 4406.35 પર હતો. ટાટા મોટર્સનો શેર પણ મજબૂત રીતે ચાલી રહ્યો હતો અને 1.51%ના વધારા સાથે રૂ. 976.95 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

મિડકેપ કંપનીઓમાં સમાવિષ્ટ UBLનો શેર 2.66% વધીને રૂ. 2103.50 પર પહોંચ્યો હતો, આ સિવાય ટાટા ટેકનો શેર 2.04% વધીને રૂ. 1086 પર પહોંચ્યો હતો. સ્મોલ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ RITES LTD શેર 5.64% વધીને રૂ. 718.75 પર પહોંચ્યો છે. જ્યારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો શેર 4.97% વધીને 34.632 રૂપિયા પર પહોંચી ગયો છે.

આ સિવાય, અન્ય કંપનીઓના શેર કે જેમના શેર બજારની મજબૂત શરૂઆત પછી વધ્યા હતા તેમાં સ્પાઇસજેટ શેર (4.59%), પોલિસી બજાર શેર (2.66%), IGL શેર (1.82%), અજંતાનો સમાવેશ થાય છે. ફાર્મા (1.82%), એયુ બેંક શેર (1.81%) અને ટાઇટન શેર (1.42%), ભારતી એરટેલ શેર (1.04%).

Most Popular

To Top