SURAT

હજીરા ખાતે સવારે 6 વાગ્યા સુધી ચાલ્યું વિસર્જન, 2500 જેટલી અર્ધવિસર્જીત મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરાયું

સુરતમાં મંગળવારે ગણેશ વિસર્જન દરમિયાન 60થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનની કામગીરી 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારા ખાતે કરવામાાં આવી હતી. જોકે મોટી મૂર્તિઓનું વિસર્જન હજીરા ખાતે મોટી સંખ્યામાં કરાયું હતું. જેને કારણે સવારે 6 વાગ્યા સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી હતી. બુધવાર સવારે 6 વાગ્યા સુધીમાં સુરતમાં 63 હજાર 622 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બીજી તરફ વિસર્જન ન કરાઈ હોય તેવી તથા અર્ધવિસર્જીત એવી 2500થી વધુ મૂર્તિઓનું વિસર્જન સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા બીજા દિવસ સુધી ચાલી હતી. બુધવારે 18 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યે છેલ્લી પ્રતિમાનું વિસર્જન હજીરા ઓવારા ખાતે કરાયું હતું. સવારે 6 વાગ્યા સુધઈમાં કુલ 63 હજાર 622 પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ગૌરી ગણેશ વિસર્જન, 21 કૃત્રિમ તળાવો, 3 કુદરતી ઓવારાઓ મળીને કુલ 72256 પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. સૌથી લાંબી વિસર્જન પ્રક્રિયા હજીરા ઓવારા ખાતે ચાલી હતી. મગદલ્લા ઓવારા અને ડુમસ નાવડી ઓવારા પર મંગળવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં વિસર્જન પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. હજીરા ઓવારા ખાતે સવારે છ વાગ્યા સુધી વિસર્જન કરાયું હતું.

2500થી વધુ પ્રતિમાઓનું ફરી વિસર્જન
સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલ ના 200 થી વધુ ગૌસેવકો દ્વારા બુધવારે સુરતના ડીંડોલી, ખરવાસા, ચલથાણ, પરવટ પાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POP ની બનેલી ગણેશજીની 2500 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા & એનિમલ હોસ્ટેલ કે જ્યાં બીમાર દિવ્યાંગ ગાય માતા અને અન્ય પશુઓની સારવાર થાય છે તે ગૌશાળા ના 200 થી વધુ ગૌસેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિની અધ્યક્ષ આશિષ સૂર્યવંશી એ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવિસર્જિત રઝળતી ગણેશજીની, દશામાની હજારો POP ની મૂર્તિઓ કાઢી તેઓનું ફરી વિસર્જન કરે છે.

વિસર્જન કાર્ય પુરું થતાં જ મનપાના 3600 સફાઈ કામદારોએ સફાઈ કરી
દરમિયાન વિસર્જન પ્રક્રિયા પૂરી થતાંજ સુરત મહાનગર પાલિકા દ્વારા સફાઈ કાર્ય શરૂ કરી દેવાયું હતું. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ધ્વારા શહેરના 369 રૂટ તેમજ મુખ્ય માર્ગો ખાતે 254 સુપરવાઈઝર, 3600 થી વધુ સફાઈ કામદારોએ 16 જે.સી.બી., 27 ટ્રક, 175 ડોર ટુડોર ગાડી, 140 વ્હીકલ તેમજ 35 મિકેનીકલ સ્વીપર મશીન સાથે સધન સફાઈ કરી હતી. ગણેશ ઉત્સવના 10 દિવસ દરમિયાન પાલિકાએ 24 મેટ્રિક ટન, વિસર્જન પછી સફાઈ દરમિયાન 9 મેટ્રિક ટન ફ્લાવર વેસ્ટ એકત્રિત કરી વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે મોકલાયો હતો. ઉપરાંત 7 મે.ટન સજાવટને
લગતી સામગ્રી MRF સેન્ટર ખાતે અને 117 મે.ટન અન્ય વેસ્ટ એકત્રિત કરી ઝોનના ટ્રાન્સફર સ્ટેશન
ખાતે મોકલવાની કામગીરી કરવામાં આવી હતી.

Most Popular

To Top