મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી જ્યારથી ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી બન્યું છે, હવે દેશના વિવિધ રાજ્યોમાં રાજકીય નેતાઓને આવા મહાકાય પૂતળાઓ ઊભા કરવાોનું ઘેલું લાગ્યુ છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં શિવસેનાનો દબદબો રહ્યો છે, અહીં સ્વાભાવિક રીતે બાળા સાહેબ ઠાકરેને લોકો બહુ માને છે. આજે બાળા સાહેબ ઠાકરેની (Balasaheb Thackeray) જન્મજયંતી છે. દક્ષિણ મુંબઇના કોલાબા વિસ્તારના એક ટ્રાફિક સર્કલ પર બાળા સાહેબ ઠાકરેની મોટી પ્રતિમાનું અનાવરણ થવાનું છે.
મુદ્દો એ છે કે અહીં ઘણા વર્ષો પહેલા એટલે કે 1990ના દાયકામાં કોલાબામાં (Colaba) નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટની સામે (National Gallery of Modern Art -NGMA) હાજી અલી સર્કલ પર અગ્રણી કલાકાર પીલ્લો પોચખાનાવાલા (Pilloo Pochkhanawala) દ્વારા બનાવવામાં આવેલું એક મોરનું મોટું શિલ્પ મૂકવામાં આવ્યુ હતુ. જેને ‘સ્પાર્ક’ નામ અપાયુ હતુ. વર્ષો પછી ટ્રાફિકના પ્રશ્નો ઉઠતાં આ શિલ્પ હટાવીને 2002માં ‘સ્પાર્ક’નું નાનું શિલ્પ અહીં મૂકાયુ હતુ. આજે અહીં જ બાળા સાહેબ ઠાકરેની પ્રતિમા મૂકાવાની છે. પણ અહીંથી સ્પાર્ક ઘણા સમયથી નથી. આ અંગે જ્યારે BMC ને પૂછવામાં આવ્યુ કે સ્પાર્ક ક્યાં છે? જવાબ મળ્યો કે તેમને ખબર નથી.
હકીકતમાં શિલ્પકાર પીલ્લો પોચખાનાવાલા 1986માં મૃત્યુ પામ્યા હતા. મુંબઇ હરતી ફરતી કળાનું શહેર છે. ઘણા લોકો દાયકાના મહાન શિલ્પીની એક કૃતિના આ રીતે ગાયબ થઇ જવાની ઘટનાથી નારાજ છે. જણાવી દઇએ કે આજે ચર્ચગેટમાં કાલાઘોડાથી રીગલ સિનેમા (Kalaghoda to Regal Cinema) સુધી સાંજે 4.30 વાગ્યાથી 8 વાગ્યા સુધી વાહનોની ગતિવિધિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવી દઇએ કે બાળાસાહેબની પ્રતિમા 11 ફૂટ લાંબી હશે.
વડાપ્રધાન મોદીએ આજે બાળાસાહેબ ઠાકરેને શ્રધ્ધાંજલિ આપતા લખ્યુ છે કે,’શ્રી બાળાસાહેબ ઠાકરે જીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. જ્યારે તેમના આદર્શોને સમર્થન આપવાની વાત આવે ત્યારે તે અચળ રહ્યા હતા. તેમણે લોકોના કલ્યાણ માટે અથાક મહેનત કરી છે.’.