Comments

બંગાળ: વિપક્ષી એકતાની પ્રયોગશાળા!

ખેડૂતોના ચાલી રહેલા આંદોલનને બળ આપવામાં વિરોધપક્ષ નબળો કેમ છે અથવા વિરોધ પક્ષોમાં એકતા કેમ નથી એવો પ્રશ્ન પત્રકારોએ તાજેતરમાં કર્યો ત્યારે પોતાના છેલ્લામાં છેલ્લા પત્રકાર મિલનમાં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રશ્ન ટાળ્યો હતો અથવા કહો કે સીધો પ્રતિભાવ આપવાનું ટાળ્યું હતું. વિરોધપક્ષ પોતાની ફરજ બજાવવામાં અશકત રહે તે માટે ન્યાયતંત્ર, પત્રકારત્વ અને ધારાગૃહોના સભ્યો પર ‘પ્રભાવ’ પાડવાનો શાસકો પર દોષ મૂકી તેમણે મુદ્દાને અન્યત્ર વાળવાની કોશિષ કરી હતી.

રાહુલ ગાંધી અમુક અંશે પોતાની વાતમાં સાચા છે પણ સંપૂર્ણપણે નહીં કારણકે સંસ્થાની વર્તમાન સ્થિતિનો મુદ્દો થાપ આપી છટકી જતી વિપક્ષી એકતા પછી આવે છે. તેમની દલીલમાં વજન છે પણ રાહુલ ગાંધી એ સમજાવશે કે તમે જેની અવગણના કરો છો તે વિપક્ષી એકતા સાધવામાં આ સંસ્થાઓની ‘સ્વતંત્રતા’ કઇ રીતે મદદ
કરી શકે?

રાજકીય રીતે મહત્ત્વનું અને ભારતીય જનતા પક્ષનું શાસન નથી તે બંગાળ અને તામિલનાડ તેમજ ભારતીય જનતા પક્ષશાસિત આસામ વિધાનસભાની ચૂંટણીની પશ્ચાદ્‌ભૂમાં રાહુલનું નિરીક્ષણ અસ્વીકારની લાગણીનું પ્રતિબિંબ પાડે છે પણ મહત્ત્વ ધરાવે છે, કારણ કે ઉપરોકત ત્રણ રાજયો સહિત પાંચ રાજયોની વિધાનસભાઓની આગામી ચૂંટણીઓએ  ભારતીય જનતા પક્ષ સામે મોરચો રચવા માટે વિરોધપક્ષોની તકનો દરવાજો ખોલી નાંખ્યો છે. વિપક્ષી એકતા ખરેખર સધાશે?

ભારતીય જનતા પક્ષ સિવાયના જુદા જુદા પક્ષોમાં વિપક્ષી એકતા સ્થાપવાની લાગણી તીવ્રપણે છે પણ એ પહેલ પર કયાં તો આ વિચારના વિરોધીઓ અથવા જેમને માટે દરખાસ્ત છે તેઓ પ્રહાર કરે છે. બંગાળ, તામિલનાડ અને પુંડુચેરીના કેન્દ્રશાસિત પ્રદેશમાં આ જ થઇ રહ્યું છે. બન્ને કિસ્સાઓમાં કોંગ્રેસ પક્ષ સંડોવાયો છે જયારે તામિલનાડ, બંગાળ અને પુંડુચેરીમાં તૃણમૂલ કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કળગમે પૂરું કર્યું છે.

આ બધામાં પૂર્વના રાજય આસામમાંથી આશાનું કિરણ કોંગ્રેસ માટે દેખાય છે, તે જ પ્રમાણે કોઇ પણ જાતના અવરોધ વગર વિપક્ષી એકતા ત્યાં સધાવાના અણસાર દેખાય છે. કોંગ્રેસની આગેવાની હેઠળના આ ‘ભવ્ય જોડાણ’માં સર્વ ભારતીય સંયુકત ગણતાંત્રિક મોરચા, સામ્યવાદી પક્ષો અને આંચલિક ગણમોરચા જેવા ‘પક્ષો’ જોડાયા છે.

મુખ્યમંત્રી પદ માટે કોઇ ઉમેદવારની જાહેરાત નથી થઇ એટલે તે તકરારનો વિષય બનશે. છતાં વિરોધપક્ષોના દૃષ્ટિબિંદુથી આ ‘ભવ્ય જોડાણ’ એક નોંધપાત્ર ઘટના છે. મમતા બેનરજી તેને અગાઉ મળેલા બિરુદ પ્રમાણે હજી બંગાળની વાઘણ છે પણ તેને માત્ર બંગાળમાં જ નહીં, તામિલનાડમાં પણ પગપેસારો કરવા માંગતા શિકારી ભારતીય જનતા
પક્ષનો ભય છે.

આથી જયારે તૃણમૂલ કોંગ્રેસના સંસદસભ્ય અને મમતાના એક નિકટના સહયોગી પ્રો. સુગત રોયે કોંગ્રેસ અને કટ્ટર હરીફ ડાબેરી પક્ષોને ન આપ્યું ત્યારે જોડાણમાં ચૂંટણી લડવા હાથ મિલાવ્યા છે, ત્યારે બંનેને જોડાણ કરવા હાકલ કરી છે.

ખાસ કરીને ડાબેરી પક્ષોને તેમણે આપેલા આવાહ્નથી થોડો ખળભળાટ મચી ગયો છે અને આશ્ચર્ય પણ થયું છે અને ભારતીય જનતા પક્ષને એવું કહેવાનો મોકો મળ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ નબળી પડી રહી હોવાની આ નિશાની છે. પ્રો. રોયે મમતાની મંજૂરી વગર તો આ વિધાન નહીં કર્યું હોય. આશ્ચર્ય એ વાતનું છે કે મમતા બેનરજી તેમના ડાબેરીઓ વિરોધી વલણો માટે જાણીતા છે.

પ્રશ્ન હવે એ થાય છે કે તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને ડાબેરી જોડાણ ભારતીય જનતા પક્ષ સામે ટકકર લઇ શકશે? આ પ્રશ્ન આ હકીકતને કારણે વધુ સંબધ્ધ છે કે બંગાળ કોંગ્રેસ પ્રમુખ અને લોકસભામાં પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પ્રો. રોયને જવાબ આપ્યો કે તૃણમૂલ કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ સામે લડવા માટે અમારા પક્ષમાં જ ભળી જાય તે બહેતર રહેશે.

ચૌધરીને મમતા કોંગ્રેસમાં હતા ત્યારથી જ પેટમાં દુખતું હતું એ જાણીતું છે. આમ છતાં તૃણમૂલ કોંગ્રેસ સાથે હાથ મિલાવવા કે નહીં તેનો નિર્ણય કોંગ્રેસની મધ્યસ્થ નેતાગીરી કરશે. આમ છતાં તેમના જવાબે ભારતીય જનતા પક્ષને એકતાના આ પ્રસ્તાવની ઠેકડી ઉડાડવાનો મોકો મળી ગયો.

વધુ રસપ્રદ બાબત તો એ છે કે માર્કસવાદી પક્ષની આગેવાની હેઠળના ડાબેરી પક્ષોએ રાજકીય મહત્ત્વ ધરાવતા હોવા છતાં મૌન રહેવાનું પસંદ કર્યું છે. અત્યાર સુધી ડાબેરી નેતાઓ મમતાને વાજપેયી શાસનમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ભાગીદાર બની બંગાળમાં ભારતીય જનતા પક્ષના પ્રવેશ માટે સગવડ કરી આપવા બદલ દોષ દેતા હતા.

તામિલનાડ અને પુંડુચેરીમાં પણ કંઇક આવો જ ઘાટ થયો છે. કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કઝગમે સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પુંડુચેરીમાં કોંગ્રેસ-દ્રવિડ મુનેત્ર કઝગમ સત્તા પર હોવા છતાં દ્રવિડ મુનેત્ર કઝગમે પુંડુચેરીમાં એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તે તામિલનાડમાં પણ આવું જ કરશે કે કેમ તે વિશે હવે અટકળો થવા માંડી છે.

બંગાળમાં ભારતીય જનતા પક્ષ છેલ્લાં બે વર્ષથી પ્રચાર કરી રહ્યો છે તે હિસાબે તેનો હાથ ઉપર રહેશે એવું લાગે છે અને તે સંદર્ભમાં વિપક્ષી એકતા સામેનો સૌથી પહેલો અવરોધ ખુદ મમતા બેનરજી હતાં. હવે લાગે છે કે મમતા બેનરજી ‘એકલા ચાલો’નો નાદ બંધ કરી ભારતીય જનતા પક્ષને કાબૂમાં રાખવા કૃતનિશ્ચયી લાગે છે.

ભારતીય જનતા પક્ષે તૃણમૂલ કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે એવી અસર પેદા કરવા મમતાના કેટલાક નિકટના સાથીઓને પોતાના તરફ કરી લીધા હોવાથી મમતાને ચિંતા થાય એ સ્વાભાવિક છે. આસામમાં કોંગ્રેસે દાઢીમાં હાથ ઘાલવો પડે એવો કોઇ મજબૂત પ્રાદેશિક પક્ષ ન હોવાથી કોંગ્રેસનો રસ્તો સરળ હતો. દ્રવિડ મુનેત્ર કઝગમે પુંડુચેરીમાં પલટી મારી હોવા છતાં તે તામિલનાડમાં નેતૃત્વ ધરાવતો પક્ષ હોવાથી કોંગ્રેસ માટે ત્યાં ખાસ તકલીફવાળું કામ નથી.

બંગાળમાં હજી કપરી પરિસ્થિતિ છે, ભલે તે અશકય નથી. સૌથી મોટો અવરોધ મમતાનું જોડાણ રચવા માટે આદેશાત્મક વલણ અને ડાબેરી પક્ષો પ્રત્યેની તેમની સૂગ હતી પણ હવે પરિસ્થિતિ સુધરતી જાય છે. કારણ કે જોડાણનો પ્રસ્તાવ ખુદ તૃણમૂલ કોંગ્રેસ તરફથી આવ્યો છે. એકતાની મંત્રણા શરૂ થાય તો મુખ્ય અવરોધ એ હશે કે ડાબેરી પક્ષો મમતાને મુખ્ય પ્રધાન તરીકે સ્વીકારવા થશે કે કેમ અને બેઠકની વહેંચણી કઇ રીતે કરવી?

જોડાણ સાધવા મમતા ત્રણે પક્ષોમાં બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ જ સૌથી મોટો પક્ષ છે અને મમતા જ લોકો પર છવાયાં છે ત્યારે તે જ સ્વાભાવિક પસંદગી બની રહેશે. વાત બેઠકની વહેંચણી સુધી પહોંચશે તો તે સૌથી માથા દુખામણો પ્રશ્ન બની રહેશે. વિપક્ષી એકતાની દિશામાં બંગાળ મહત્ત્વનું છે.

કારણ કે પોતાના સ્થાપક એમ. કરુણાનિધિની અનુપસ્થિતિમાં દ્રવિડ મુનેત્ર કઝગમ કે તામિલનાડમાં જે ક્ષમતા નથી તે ક્ષમતા રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી એકતા સાધવામાં મમતા બેનરજી જ દાખવી શકશે. પણ તૃણમૂલ કોંગ્રેસ = કોંગ્રેસ – ડાબેરી જોડાણ રચાય અને ચૂંટણી જીતે તો.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો  લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top