Charchapatra

ગુજરાતમાં કથળતા શિક્ષણ પાછળ  જવાબદાર કોણ?

આપણે અવારનવાર સાંભળીએ છીએ કે શિક્ષણ કથળી રહ્યુ છે. આ બાબતે ચાલો થોડી વિગતે ચર્ચા કરીએ. શીક્ષકોની ફરજ શિક્ષણ આપવાની હોય છે પરંતુ સરકારી શાળાના શીક્ષકોને શિક્ષણ સિવાય ની અસંખ્ય પ્રકારની જવાબદારીઓ શિક્ષણ ના ભોગે સોંપવામા આવે છે. છાસવારે શીક્ષકોને નવીનવી તાલીમ અને નવાનવા શિક્ષણના પ્રયોગો સોંપવામાં આવે છે. હજુ એક પદ્ધતિમાં શિક્ષક શિક્ષણકાર્યમાં સેટ થયા હોય ત્યાં બીજી પદ્ધતિ ની  તાલીમ શિક્ષકોને આપવામા આવે છે. આવી અનેક તાલીમ લેવા જતા શિક્ષકનો વર્ગખંડ બીજા ને સોંપવામા આવે હવે બીજો શિક્ષક પોતાનો વર્ગ સંભાળે કે વાધારાનો સોંપવામા આવેલ વર્ગ સંભાળે ?! આજે અનેક શાળાઓમાં તાલીમી શિક્ષકો ની ઘટ છે(હાલ TAT/TET પાસ કરી હજારો શિક્ષકો તાલીમ મેળવી ભરતી ની રાહ જોઇ રહ્યા છે.) ઓરડાઓની ઘટ છે. શાળાઓમાં રમતગમતનું મેદાન નથી, પીવાના પાણી ની સગવડ નથી આવા અનેક કારણોસર શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. મર્જર કરવાના નામે સરકારી શાળાઓ બંધ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના વિદ્ધાર્થીઓનુ શિક્ષણ છીનવાઇ જતા શિક્ષણની માઠી અવદશા બેઠી છે.
બોટાદ – મનજીભાઇ ડી. ગોહિલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મજહબ નહીં શિખાતા આપસમેં બેર રખના
સુરત, વડોદરા, ભરૂચ અને નખત્રાણામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની એ કેટલે અંશે યોગ્ય છે? ડી.સી.પી અને અન્ય સાત કોન્સ્ટેબલ માથે જાન નું જોખમમ હતું! આ કેવી માનસિકતા ? વિશ્ર્વનો કોઇ પણ ધર્મ હોય કટ્ટરતા શીખવેજ નહીં, ‘‘ મજહબ નહીં શિખાતા આપસમેં બેર રખના’’ એ જાણીતી ઉક્તિ છ. તો કોઇ પણ ધર્મ – પંથ ના અનુયાયી અન્ય ધર્મ ની  લાગણી શી રીતે દુભાવી શકે ? સમજદાર પ્રજા યોગ્ય -અયોગ્ય નું મૂલ્યાંકન અવશ્ય કરતાજ હશે કે આ ‘‘ખોટું થયુ’’. ! નાના બાળકોનું ‘‘બ્રેઇન વોશિંગ’’ કેટલે અંશે યોગ્ય ? નફરત ના બીજ વૈમનસ્ય નો પાક  જ લણે !

ભારતમાતા ના બાળકો  જે કોઇ પણ ધર્મ કે કોમ ના હોય, હળીમળીને રહે અને શાંતિનું સામ્રાજ્ય સ્થપાઇ તો દેશ પ્રગતિને પંથે ચોક્કસ વિહરી શકે. બાકી અંદરોઅંદર ધર્મને નામે એકમેકને દુભાવતા રહીશું તો દેશ વૈશ્ર્વિક સ્તરે પછાતજ રહેશે. પ્રત્યેક કોમ ભાઇચારાની ભાવના કેળવે એમાંજ દેશના નાગરિકોનું ભલુ છૈ. એ નિર્વિવાદ સત્ય છે. સર્વધર્મ સમભાવની દ્રષ્ટિ કેળવવી એ પ્રત્યેક નાગરિક ની ફરજ અને ધર્મ છે. બિનસાંપ્રદાયિકતા આપણા દેશનો કાનૂન છે. ધાર્મિક કટ્ટરતા અધોગતિની નિશાની છે. પછી એ કોઇપણ ધર્મ કે કોમની હોય. સમજણ ના સેતુ સાધી સામાજીક શાંતિ જળવાવી જ જોઇએ.
સુરત     – નેહા શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top