હાલ ક્રુડ તેલ 21 ટકા જેટલું સસ્તું થયું છે છતાં સરકાર પેટ્રોલ કે ડીઝલનો ભાવઘટાડો કરવાના મૂડમાં નથી. જ્યારે પણ ક્રુડ તેલના ભાવ વધે છે ત્યારે સરકાર તરત ભાવો વધારી દે છે પરંતુ ભાવો ઘટતાં સરકાર પ્રજાને ભાવ ઘટાડો કરી કોઈ પણ જાતની રાહત આપતી નથી. છેલ્લા છ મહિનાથી ક્રુડ તેલનો ભાવ ઘટાડો થયો છે ત્યારે 15% ના હિસાબે પણ જો ભાવમાં ઘટાડો કરે તો પેટ્રોલના અને ડીઝલના ૧૦ થી ૧૫ રૂપિયા જેટલો ઘટાડો થઈ શકે તેમ છે. જો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તો પરિવહન સસ્તું થતાં દરેક ચીજ વસ્તુઓના ભાવ પણ ઘટી શકે છે અને ભાવ ઘટે તો તહેવારોમાં પ્રજાને ઘણી રાહત મળી શકે છે.
સુરત – વિજય તુઈવાલા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
નવસારી ભુવા સાથે ખાડાઓની નગરી
નવસારીમાં ઘણી જગ્યાએ જમીનમાં ભુવાઓ પડે છે અને હવે એ ખાડાઓની નગરી બની છે. એસ.ટી.ડેપો, વલ્લભ એસ્ટેટ પાસેના ચાર રસ્તા, છાપરા રોડ તેમજ સ્ટેશન તરફ પણ ઘણી જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. એસ.ટી.ડેપો તરફ અગાઉ ખાડાઓ પુરવામાં આવ્યા હતા ફરી થી ખાડાઓ પડી ગયા છે. લુન્સીકુઈ વિસ્તારમાં ઘની જગ્યાએે પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે તે પણ ઘણી જગ્યાએ તુટી ગયા છે. ડામરના રોડ બનાવવા કરતા સીમેન્ટના રોડ બનાવવા જોઈએ જેથી વરસાદનું પાણી પડતાં એ વધુ મજબુત થઇ શકે.
નવસારીમાં ઘણી જગ્યાએ ઘૂંટણ ઘૂંટણ જેટલા પાણી ભરાય છે વાહન ચલાવવાની પણ મુસીબત પડે છૈ ઘણા રસ્તાઓ પર ટ્રાફીક જામ થાય છે આથી ફ્લાયઓવર બ્રીજ બનાવવાની તાતી જરૂર છે જેથી આજુબાજુના ગામોથી આવતા લોકો સીધા પોતાના ગામ તરફ જઈ શકે છાપરા રોડ પર ફ્લાયઓવર રોડ બનેતો વેડછા અંચેલી અને દાંડી તરાફ પણ એરુ તરફ પણ જઇ શકાય. લુન્સીકુઈ થી ઈંટાવા તરફ ફ્લાયઓવર હોય તો ઈંટાવા, અડદા, સાલેજ તરફ પણ સીધા જઇ શકાય, આ રીતે ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે. સુરત ફ્લાયઓવર અને તાપી નદી ઉપર અનેક પુલો બન્યા છે તો નવસારીની વસતિ ખુબ વધી રહી છે ત્યારે રસ્તા પા ટ્રાફિક જામ થવાની સમસ્યાનો હલ થઇ જશે. નવસારી નગરપાલિકા આ અંગે ઘટતું કેરે એવી પ્રજા અપેક્ષા રાખે છે. કંઇક ઘટતું થશે ખરું?
નવસારી – મહેશ નાયક આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.