National

તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ ભાવુક થયા, કહ્યું- જેલના સળિયા મને કમજોર ન કરી શક્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલને શુક્રવારે સાંજે તિહાર જેલની બેરેક નંબર 3માંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકોએ જેલની બહાર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કર્યું હતું. કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ તિહાર જેલ પહોંચ્યા અને કેજરીવાલનું સ્વાગત કર્યું હતું.

મારા લોહીનું દરેક ટીપું દેશ માટે છે- કેજરીવાલ
તિહાડ જેલમાંથી મુક્ત થયા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘મેં મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ ભગવાને દરેક પગલા પર મારો સાથ આપ્યો છે. આ વખતે પણ ભગવાને મને સાથ આપ્યો કારણ કે હું પ્રામાણિક હતો. આ સાથે સીએમએ કહ્યું, ‘મારા લોહીનું દરેક ટીપું દેશ માટે છે.’

અરવિંદ કેજરીવાલની મુક્તિ પહેલા શુક્રવારે ઉજવણી કરવા આમ આદમી પાર્ટીના કાર્યકરો તિહાર જેલની બહાર ભેગા થયા હતા. અહીં કાર્યકરોએ કેજરીવાલના સમર્થનમાં અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેજરીવાલની મુક્તિ બાદ તિહાર જેલથી સીએમ આવાસ સુધી રોડ શો કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. દિલ્હીમાં CM અરવિંદ કેજરીવાલના ઘરની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાચ-ગાન કરીને ઉજવણી કરી હતી. આ ઉપરાંત AAP કાર્યકર્તાઓએ કેજરીવાલના ઘરની બહાર પણ ફટાકડા ફોડ્યા હતા.

તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તેમને 10 મેના રોજ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને 2 જૂને તેમણે આત્મસમર્પણ કર્યું ત્યારથી તેઓ જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપતાં કહ્યું કે તેઓ તેમની ઓફિસ કે દિલ્હી સચિવાલય જઈ શકે નહીં. લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવા માટે એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી કોઈપણ સત્તાવાર ફાઇલ પર સહી કરી શકશે નહીં.

Most Popular

To Top