ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યુ છે તો બીજી બાજુ કોરોના સંક્રમિત એક મહિલા ડોક્ટર માટે હવે પણ વણઉકેલ્યો કોયડો બની રહી છે. કારણ કે આ મહિલા છેલ્લા 5 મહિનાથી કોરોના સંક્રમિત છે અને અત્યાર સુધીમાં તેના 31 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં પોતાના ઘર આશ્રમમાં રહેતી 35 વર્ષીય કોરોના સંક્રમિત એક મહિલા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો માટે એક આશ્ચર્યજનક અભ્યાસનો વિષય બની ગયો છે. પોણા પાંચ મહીનાથી તે સંક્રમિત છે. એઇડ્સથી તેઓ પીડિત છે. ઇમ્યુન સિસ્ટમ ખરાબ છે પરંતુ તેમ છતાં તે સંપૂર્ણ સ્વસ્થ છે. ફેફસાં બરાબર કામ કરી રહ્યાં છે. તેઓને ના તો શરદી છે અને ના તો શરીરમાં કોઇ બીજી સમસ્યા થઇ રહી. પરંતુ કોરોના વાયરસથી શરીરમાં હજુ પણ યથાવત છે. અત્યાર સુધી તે મહિલાની 14 વાર કોરોના તપાસ થઇ ચૂકી છે. દરેક વખતે તપાસમાં પોઝિટિવ જ આવે છે.
આટલાં લાંબા સમયથી વાયરસ શરીરમાં રહેવો એ કદાચ પ્રદેશમાં જ નહીં પરંતુ દેશમાં પણ આ પ્રકારનો કેસ એ પ્રથમ કેસ છે. હવે મહિલાની તપાસના સેમ્પલ જયપુર સવાઇ માનસિંહ હોસ્પિટલમાં મંગાવવામાં આવ્યાં છે. અહીં ડૉક્ટર વાયરસના સ્ટ્રેન અને અન્ય અભ્યાસ કરીને માલૂમ કરશે કે આખરે મહિલાના શરીરમાં સંક્રમણ આટલાં લાંબા સમયથી કેવી રીતે છે. મહિલાને 1 સપ્ટેમ્બરમાં આશ્રમમાં લાવવામાં આવી હતી. પરંતુ તેમની મગજની હાલત ઠીક ન હોતી. 4 સપ્ટેમ્બરના રોજ તેઓની તપાસ કરવામાં આવી કે જેમાં તે પોઝિટિવ આવી. ત્યારથી તે મહિલા કોરોનાને હરાવવા માટે દવાઓ લઇ રહી છે. આ સાથે જ અલગથી ક્વૉરન્ટાઇન પણ છે.
SMS મેડિકલ કોલેજના માઇક્રો બાયોલોજીના સીએએસ ડૉક્ટર પ્રદીપ કુમાર ખુદ મહિલાને ભરતપુર જઇને જોઇ આવ્યાં છે. તેઓએ જણાવ્યું કે, મહિલા જ્યારથી સંક્રમિત થઇ છે ત્યારથી અત્યાર સુધી તેને એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદ પેથીની પણ દવાઓ આપવામાં આવી ચૂકી છે. એઇડ્સ ગ્રસ્ત થવાને કારણ તે મહિલાની ઇમ્યુનિટી યથાવત રાખવા ART દવાઓ પણ આપવામાં આવી રહી છે. એવામાં સંભવ છે કે, આ દવાઓ તે મહિલાને કોરોનાથી બચાવી રહી છે. એન્ટી બૉડી બની શકે છે કે કદાચ ના બનતી હોય. પરંતુ આ દવાઓના કારણે વાયરસ બોડીમાં રહેતા હોવા છતાં પણ તે સુરક્ષિત છે. વાયરસ નિષ્ક્રિય રૂપમાં અથવા તો મૃત સ્વરૂપમાં પણ હોઇ શકે છે. તેના તપાસના સેમ્પલ મંગાવાયા છે. ત્યાર બાદ વાયરસ અને સ્ટ્રેનને વિશે કંઇક કહી શકાશે.