SURAT

સુરતના ઉધનામાં સેનેટરીની દુકાનમાં ભીષણ આગ લાગી, લાખોનો માલ બળીને ખાક થયો

સુરતઃ સુરત શહેરમાં આગજનીની વધુ એક ઘટના બની છે. આજે તા. 13 સપ્ટેમ્બરને શુક્રવારની વહેલી સવારે ઉધના ત્રણ રસ્તા પાસે આવેલા ટાઇલ્સ સહિત બાંધકામ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓની વેચાણ કરતી સેનેટરીની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે શો રૂમમાં મુકેલો લાખો રૂપિયાનો માલ બળીને ખાક થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તાત્કાલિક સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

  • ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી ગુજરાત પાઈપ એન્ડ સેનેટરીની દુકાનમાં આગ લાગી
  • વહેલી સવારે લાગેલી આગના લીધે દુકાનમાં મુકેલો માલ-સામાન બળીને ખાક થયો
  • કમ્પ્યુટરના વાયરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

મળેલી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની નીતિનભાઈ શાહ હાલ ઉધના સાઉથ ઝોન ઓફિસની સામે આવેલી ચંદનવન સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેઓ ઉધના ત્રણ રસ્તા પર ગુજરાત પાઇપ એન્ડ સેનેટરી નામથી દુકાન ચલાવે છે અને ટાઇલ્સ તેમજ પાઇપના હોલસેલનો વેપાર કરે છે.

આજે તા. 13 સપ્ટેમ્બરને શુક્રવારની વહેલી સવારે દુકાનમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી હતી. આગને પગલે 5 ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં લાખો રૂપિયાના માલ-સામાન સહિત જરૂરી દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં પાછળ મૂકેલા કમ્પ્યુટરના વાયરમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top