Vadodara

અધિકારીઓ જનતાને લોલીપોપ આપે છે, કોર્પોરેટરના આક્ષેપ

*ઇલેક્શન વોર્ડ નં.16ના મહિલા મ્યુનિ.કાઉન્સિલર દ્વારા અધિકારીઓ જનતાને લોલીપોપ આપતા હોવાના આક્ષેપોથી મચ્યો ખળભળાટ*



પૂરની પરિસ્થિતિ બાદ વોર્ડ નંબર 16 ની મુલાકાતે નીકળેલા દંડક, કાઉન્સિલર અને અધિકારીઓએ મુલાકાત લીધા બાદ કાઉન્સિલર સ્નેહલ પટેલે અધિકારીઓ લોલીપોપ આપતા હોવાના આક્ષેપો કરતા ખળભળાટ ગયો હતો.

વડોદરા શહેરમાં ગત મહિને આવેલા પૂરની પરિસ્થિતિને પગલે નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને વિવિધ વિસ્તારોમાં કાઉન્સિલરો નેતાઓ અને રાજકીય અગ્રણીઓ સામે વિરોધ ઉઠ્યો હતો. ત્યારે આજે વોર્ડ નંબર 16 માં પૂરના પાણીને પગલે કરોડોનું નુકસાન નાગરિકોને પહોંચ્યું હોય સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલની રજૂઆત બાદ દંડક શૈલેષ પાટીલ, ભાજપના વોર્ડના બંને કાઉન્સિલરો અને અધિકારીઓની ટીમ વોર્ડ નંબર 16 માં મુલાકાત લીધી હતી. જ્યાં નાગરિકોએ નેતાઓ અને અધિકારીઓ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. સાથે સાથે વહેલી તકે વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ કાંસ ઉપર થયેલા દબાણોને દૂર કરવા માંગ કરી હતી. તો બીજી તરફ નાગરિકોને પડખે રહેલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલે અધિકારીઓ છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપતા આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા અને હજુ પણ આ વરસાદી કાંસની કામગીરી મુદ્દે અધિકારીઓ લોલીપોપ આપી રહ્યાં હોવાનું જણાવ્યુ હતતું. અધિકારીઓએ બે પાર્ટમાં કાંસ બનાવવાની રજૂઆત કરતા એક જ વખતમાં સંપૂર્ણ કાંસ નું કામ પૂર્ણ કરવા માંગ કરી હતી.

Most Popular

To Top