તા. 6.1ના ચર્ચાપત્રમાં એક બહેને લખ્યું છે મોદીજી ચીનને પછાડી રહયા છે. આ ચર્ચાપત્રીએ લખ્યા મુજબ મોદીજીએ ચીનની કેટલીક મોબાઇલ એપ્સ અને થોડી કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવવાથી ચીન પછાડયું છે. હકીકતે કેટલાક ઉત્સાહી રાષ્ટ્રવાદીઓ સાચી વાસ્તવિકતા જાણ્યા વિના મોદીજી અંગે ભ્રામક વાતો લખે છે.
ચીન આજે મહાસત્તા બની ચૂકયું છે. અમેરિકા જેવો સુપર પાવર દેશપણ એની સાથે પંગો લેતા સો વાર વિચાર કરે છે. કોરોનાની મહામારી છતા ચીનનું અર્થતંત્ર 50 ટ્રીલીયન ડોલર જેટલું છે. જયારે મોદીજી પાંચ ટ્રીલીયન, પાંચ ટ્રીલીયનનો ઘૂઘરો વગાડતા વગાડતા ઉંડી ખાઇમા ગબડી પડયા છે. ચીન 2000ની સાલથી સતત પોતાની સેનાનું આધુનિકરણ કરી રહયું છે. એના હવાઇ દળ પાસે 2500થી વધુ વિમાનો છે ભારત પાસે 400 ફાઇટર અને થોડા માલવાહક વિમાનો છે.
એની પાસે 500 યુધ્ધ જહાજો- 70 સબમરીનો સહિતનો આધુનિક નૌકા કાફલો છે. ભારત પાસે માંડ 200 યુધ્ધ જહાજો છે. એની યુધ્ધ અંગેની તૈયારીઓ આક્રમણની છે જયારે ભારત રક્ષાત્મક ભૂમિકામાં છે. ચીને આપણા બ્રહ્મોસ સુપર સોનીક મીસાઇલોની સામે ાઇપર સોનીક મીસાઇલો તૈયાર કરીને ગોઠવી છે. ચીને આક્રમણ માટે 500થી વધુ ફાઇટર ડ્રોનની સેના તૈયાર કરી છે.
આપણે હજુ ફાઇટર ડ્રોન માટે અમેરિકા અને ઇઝરાયલ પર નિર્ભર છીએ. ચીનની થોડી કંપનીઓ ઉપર પ્રતિબંધ મુકવાથી ખાસ ફેર નથી પડવાનો. ગત અથડામણ દરમ્યાન ચીન આપણા પ્રદેશમાં 6 કિ.મી. અંદર ઘુસી ગયું છે. પણ સરકાર છુપાવે છે. ચીનની વાત છોડો મોદીને કહો આક્રમણ કરીને પાકિસ્તાને દબાવેલું આઝાદ કાશ્મીર તો પાછું લઇને બતાવો ભાઇ! જૂઠા બણગાં ફૂંકયે કાંઇ ન વળે એ ધ્યાન રહે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.