Comments

હરિયાણાની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ

હરિયાણા આમ તો નાનું રાજ્ય છે. વિધાનસભાની ૯૦ બેઠકો છે પણ અહી ભાજપ દસ વરસથી સત્તા પર છે અને ત્રીજી વાર સત્તા મેળવવાનો પડકાર છે અને એટલે ૫ ઓક્ટોબરે થનારી ચૂંટણી બહુ રસપ્રદ બની છે. અને આ વેળા ભાજપે કોંગ્રેસની જોરદાર ટક્કરનો પણ સામનો કરવાનો છે. લોકસભાની ચૂંટણી પછી અને રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધ્યા પછી આ ચૂંટણી આવી છે અને કોંગ્રેસ વધુ સારી રણનીતિથી ચૂંટણી હવે લડી રહી છે. ભાજપ માટે બહુ કપરા ચઢાણ છે.

ભાજપે ૬૭ ઉમેદવારની પહેલી યાદી બહાર પાડી એમાં રણનીતિ મુજબ ઘણા ધારાસભ્યોને કાપવામાં આવ્યા છે પણ ૧૭ ધારાસભ્ય અને ૮ મંત્રીઓને રીપીટ કરાયા છે. અને એમાં જાતિગત સમીકરણોનું બરાબર ધ્યાન રાખ્યું છે. જાત , દલિત, ઓબીસી અને વૈશ્ય સમાજને પુરતા પ્રમાણમાં ટિકિટ ફાળવી છે. ઉપરાંત જનશક્તિ , હિલોપા અને આરજેડી સાથે ગઠબંધન છે. એમાં જનશક્તિનાં શક્તિ રાની તો ભાજપમાં આવી ગયા છે. બીજા પક્ષોને એકાદ બે સીટ ભાજપ ફાળવે એવું બની શકે છે.

બીજી બાજુ કોંગ્રેસે આપ સાથે જોડાણ કરવાનું  નક્કી કરી લીધું છે. સપા તો સાથે જ છે. આપ સાથે બેઠક સમજુતીમાં કેટલીક ગડમથલ છે પણ એ ઉકેલાઈ જવાની છે. પંજાબમાં બંને પક્ષ આમને સામને લડ્યા હતા અને આપ જીત્યો હ્તો પણ હરિયાણામાં સાથે લડી રહ્યા છે. જો કે, હરિયાણાના કેટલાક કોંગ્રેસી નેતાઓ આ જોડાણની વિરુદ્ધ પણ છે. અને ત્રીજો મોરચો પણ છે અને એ છે , જેજેપી અને બસપા અને બીજા નાના બે પક્ષો છે. જેજેપીનાં દુષ્યંત ચુતાલાની પક્કડ ઢીલી પડી છે. ભાજપ સાથે સત્તામાં ભાગીદારી કરી પસ્તાયા બાદ ભાજપ સાથે છેડો ફાડ્યો અને હવે થયું છે એવું કે, એના જ ધારાસભ્યો ભાજપમાં ગયા છે . એકાદ બે કોંગ્રેસમાં પણ . એ ભાજપે તો જેજેપીનાં ચાર સભ્યોને ટિકિટ પણ આપી છે. આ સ્થિતિમાં ચૌટાલાની પક્કડ ઢીલી પડી છે.

આમે ય બધા ગઠબંધનનો ઈરાદો તો વોટ વિભાજનનો જ હોય છે. કયો પક્ષ કઈ રીતે વિભાજન કરાવી શકે છે અને એ કારણે એ પક્ષને ફાયદો નુકસાન થઇ શકે છે. પણ બીજેપીની એક સમસ્યા એ છે કે, દસ વર્ષથી સત્તા પર છે એટલે એન્ટીઇન્કબ્ન્સી તો છે જ. ઉપરાંત પક્ષમાં અસંતોષ છે.  પહેલી યાદી જાહેર થયા બાદ કેટલાક નેતાઓ નાઆજ થયા છે અને ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. ખટરને હટાવી સૈનિને મુખ્યમંત્રી બનાવાયા અને એ કારણે ખટ્ટર જૂથ નારાજ છે. અને ભાજપ આ વેળા બેકફૂટ પર લડી રહ્યો છે. લોકસભામાં પણ કોંગ્રેસે પાંચ બેઠક મેળવી હતી.

અને આ ચૂંટણીમાં બે બીજી રસપ્રદ બાબતો છે. એક તો ખેલાડીઓ મેદાનમાં છે. ભાજપે ડૂબકી કિંગ દીપક હુડાને મેદાનમાં ઉતાર્યાં છે. તો કોંગ્રેસ તરફથી ઓલિમ્પિયન વીનેશ ફોગાત અને બજરંગ પુનિયા લડે એ નક્કી છે. આ બંને ખેલાડીએ કુસ્તી સંઘના તત્કાલીન પ્રમુખ બ્રિજભૂષણ શરણ શર્મા સામે મોરચો માંડેલો અને આજે ય એ કેસ ચાલે છે અને આ મુદાનો ફાયદો કોંગ્રેસ જરૂર ઉઠાવશે. હરિયાણામાં ખેલાડીઓ અને રાજકારણનો નાતો આજકાલનો નહિ પુરાણો છે. અને હા, હરિયાણામાં પર્યાવરણના મુદે હરિત ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે. બીજા પક્ષો જાહેર કરે એ પહેલા.  પર્યાવરણવિદોએ અને એમાં અરવલી પર્વત અને પાણીની સમસ્યા અંગેના મુદા ઉઠાવાયા છે. કોઈ ચૂંટણીમાં હરિત ઢંઢેરો બહાર પડ્યાનો આ કદાચ પહેલો કિસ્સો છે.

કર્નાટકમાં મુખ્યમંત્રી બદલાશે?
કર્નાટકમાં કોંગ્રેસની સત્તા તો છે પણ અહી આંતરિક સંઘર્ષ પણ એટલો જ છે. સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવાયા એ મુદે શરૂઆતમાં ઉપમુખ્યમંત્રી શિવકુમાર નારાજ હતા અને એ પછી એવી ફોર્મ્યુલા બની હતી કે, અઢી વર્ષ બાદ શિવકુમારને મુખ્યમંત્રી બનાવાશે પણ એ વાયદો પુરો કરવાની વેલા આવે એ પહેલા સિદ્ધારમૈયા સામે જમીનનું કૌભાંડ ગાજ્યું છે અને એ મુદે તપાસ માટે રાજ્યપાલે મંજૂરી આપી પછી વિવાદ વકર્યો છે. કોંગ્રેસે એનો સામનો તો કર્યો અને કહ્યું કે, દેવગૌડા અને એમના પુત્ર સામે તપાસની છૂટ રાજ્યપાલ કેમ આપતા નથી.

આ સ્થિત વચ્ચે કર્નાટકમાં મુખ્યમંત્રી બદલવાની વાતો શરૂ થઇ છે અને કેટલાક નામોની ચર્ચા છે., એમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગે સહિતના નામો છે . શિવકુમાર અપેક્ષિત છે એ સ્વાભાવિક છે અને એ ઉપરાંત કોઈ વિવાદ ના થાય એ માટે સંતોષ જરકોહલીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. અત્યારે એ સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી તો છે ને દલિત સમાજમાં એમનું મોટું નામ છે. હવે રાહુલ ગાંધી અને મોવડી મંડળ કોની પસંદગી કરે છે એના પર બધાની મીટ છે.

હરિયાણાની ચૂંટણી પહેલા કેજરીવાલ જેલ બહાર આવશે?
શરાબ કૌભાંડમાં જુન માસથી અંદર દિલ્હીનાં મુખ્યમંત્રી અર્વીઓન કેજરીવાલની જામીનનો પ્રશ્ન કાનૂની પેચમાં અટવાયો છે અને સરકારી અજેન્સીઓ એ અટવાયેલો રહે એવા પુરા પ્રયત્નો કરી રહી છે. સંજયસિંહથી માંડી સિસોદિયા બહાર આવી ગયા છે ત્યાં અતાઉલ્લાહ ખાનને પકડી અંદર કરી દેવાયા છે. આપના આ ધારાસભ્ય સામે બીજો કેસ છે. પણ એકવાર કોર્ટે જામ્નત આપ્યા છતાં કેજરીવાલ અંદર છે . કાકાર્ણ કે, સીબીઆઈએ નવેસરથી ધરપકડ કરી. પણ હવે સુનાવણી ચાલે છે અને કોર્ટે ટીપ્પણી કરી કે, હવે ક્યા સુધી સુનાવણી આ મુદે કર્યા કરવાની?

આમાં આદમીને આટલો સમય મળે છે ખરો? સવાલ એ પણ છે કે, હરિયાણાની ચૂંટણી માથે છે. અને આપ ત્યાં કોંગ્રેસ સાથે જોડાણ કરી લડી રહી છે. અમાત્દાન થાય એ પહેલા કેજરીવાલ બહાર આવી જશે? લાગે છે કે, સુપ્રીમ કોર્ટ હવે સમય બગાડવા માગતી નથી. થોડા દિવસમાં કેજરીવાલ જેલ બહાર આવી જાય એવું શક્ય છે. કેજરીવાલે હેમંત સોરેનની જેમ રાજીનામું આપ્યું નથી અને જેલમાંથી સરકાર પરોક્ષ રીતે ચલાવે છે . અને ધરપકડનો મુદો આપ બરાબર એનકેશ કરવાનો છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top