Vadodara

માંજલપુર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિરે આજરોજ કેવડાત્રીજ નિમિત્તે બહેનોએ વ્રત પૂજન કર્યું…

ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડાત્રીજ, આજે શહેરના માંજલપુર સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિના નિરોગી દિર્ઘાયુ માટે વ્રત પૂજન કર્યું

માતા પાર્વતીએ જંગલમાં જ ઇ નદી કિનારે રેતી, માટીનું શિવલિંગ બનાવી આ વ્રત કરી શિવજીને પતિ સ્વરૂપે પામ્યા હોવાનું શાસ્ત્રોમાં વર્ણન

કેવડાત્રીજ ને ઉત્તર ભારત, રાજસ્થાનમાં હરતાલિકા વ્રત તરીકે પણ કરવામાં આવે છે

કેવડાત્રીજ સુહાગનુ શુભ પર્વ છે. પતિના લાંબા આયુષ્ય અને સુખી વૈવાહિક જીવનની કામના સાથે કેવડા ત્રીજનું વ્રત સૌભાગ્યવતી મહિલાઓ રાખે છે. માતા પાર્વતીની જેમ જ કુંવારી કન્યાઓ પણ મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ માટે કેવડા ત્રીજનું વ્રત રાખી શકે છે. આ નિર્જલા વ્રત હોય છે, જે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ત્રીજે રાખવામાં આવે છે. આ વ્રતની પૂજા પ્રદોષ કાળમાં થાય છે, જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની પૂજા વિધિ-વિધાન સાથે કરે છે.
રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાંક રાજ્યોમાં કેવડા ત્રીજનો અવસર હરિતાલિકા ત્રીજ તરીકે પણ ઉજવાય છે. પણ, ગુજરાતમાં તે કેવડા ત્રીજ તરીકે જ પ્રસિદ્ધ છે. પ્રચલિત કથા અનુસાર કેવડાના પુષ્પએ બ્રહ્માજીના જૂઠ્ઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેનો પૂજામાં અસ્વીકાર કર્યો હતો. પરંતુ, વર્ષમાં માત્ર આ એક જ દિવસે, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે ત્યારે આજે શહેરના વિવિધ શિવાલયો સહિત માંજલપુર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી સૌભાગયની બહેનો દ્વારા પૂજન સામગ્રી, ફૂલો પંચામૃત, કેવડા, સૌભાગયનની સામગ્રી સહિત મહાદેવ અને પાર્વતીજીનુ પૂજન કર્યું હતું.

Most Popular

To Top