Charchapatra

તો UPS (સુધારેલી પેન્શન યોજના) ભારતનું સૌથી મોટું અને લાંબુ ચાલનારું કૌભાંડ ગણાશે

સરકારે તાજેતરમા જ નવી પેન્શન યોજના જાહેર કરી છે. સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના માગી રહ્યા છે કારણ તેમાં છેલ્લા પગાર ના ૫૦% રકમ પેન્શન સ્વરૂપે નિયમિત મળે છે વર્ષ 2005થી મુલ્ય વર્ધિત પેન્શન યોજના શરુ કરવામાં આવી છે જે NPS ના નામે ઓળખાય છે NPS માં કર્મચારીના દર મહીને બેઝીક પગારના 10% અને સરકારના 14% રકમ ફાળા પેટે કપાય છે . કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેના ફાળાની કુલ રકમના 60% તેને ઉપાડવાની છૂટ મળે છે અને 40% રકમ પેન્શન ફંડમાં રોકાયેલી રહે છે જેના વળતર મુજબ તેણે મહીને પેન્શન મળે છે. કર્મચારી નું અવસાન થાય કે દસ થી વધુ વર્ષ થાય ત્યારે આ 40% રકમ પણ તે ઉપાડી શકે છે કે તેના પરિવારને મળે છે.

ટૂંકમાં કર્મચારી એ દર મહીને જે 10% રકમ આપી તે અને સરકારે જે 14 ટકા રકમ આપી તે બન્ને તેને પાછા તો મળીજ જાય છે. અહી જોખમ માત્ર એ જ છે કે કર્મચારીના ફાળાની રકમ પેન્શન ફડો દ્વારા બજારમાં વિવિધ રૂપે રોકાય છે અને વળતર બજાર આધારિત છે એટલે પેન્શન નીસ્ચ્ચિત નથી. કર્મચારીઓના ભારે વિરોધ અને ચુટણી પરિણામોની ચિંતા એ સરકારને એ વિચારવા મજબુર કરી કે કર્મચારીઓને નિશ્ચિંત બનાવતી પેન્શન સ્કીમ દાખલ કરવી પડશે. એટલે અંતે, નિવૃત્તિ સમયે જે પગાર હશે ( છેલ્લા વર્ષમાં સરેરાશ જે મળ્યો તે )તેના ૫૦% નિશ્ચિત પેન્શન મળવા પાત્ર થશે તેવી નવી યોજના બનાવી .

પણ આમાં કર્મચારી એ જે 10 ટકા ફાળો આપશે અને સરકારે જે 18.5 ટકા ફાળો આપશે તે કુલ 28.5 ટકા રકમ છેલ્લે મળશે કે નહી તેની કોઈ વાત થઇ નથી . એટલે કે NPS માં નિવૃત્તિ સમયે 60% અને છેલ્લે પરિવારને 40% રકમ પાછી આપવાની જોગવાઈ છે તે અહી રદ કરી દીધી હોય તેમ લાગે છે .અને કર્મચારીની તમામ રકમ પેન્શન ફંડ પાસે જ રહેશે અને તો જ તે નિશ્ચિત ૫૦% પેન્શન મેળવશે તેવું અત્યારે લાગી રહ્યું છે નવી જાહેરાતમાં બીજા બધા મુદ્દાની બધા ચર્ચા કરે છે પણ આ કર્મચારી ના ફાળાની રકમ કર્મચારીને પાછી મળવાની વાત ક્યાય લખાઈ નથી તેની વાત કરતા નથી . શું ચેનલો, છાપા આર્થિક બાબતોના નિષ્ણાતો આ વાત નહી સમજતા હોય કે આતો સૌ થી અગત્યનો મુદ્દો છે .દુનિયામાં કોઈ રોકાણ યોજના એવી ના હોય જ્યાં વ્યક્તિને તેણે રોકેલ મૂળ રકમ પાછી ના આપવાની હોય.

જો આ નવી યોજનામાં કર્મચારી અને સરકાનો ફાળો ભેગો થાય .બજારમાં રોકાય અને તમથી મળેલા વળતર માંથી પેન્શન જ ચૂકવાનું હોય .મૂળ રકમ પાછી આપવાની નાં હોય તો કદાચ આ દેશનું સૌ થી મોટું અને લાંબાગાળા સુધી ચાલનારું કૌભાંડ ગણાશે. કારણકે સરકારની યોજના એકાદ વર્ષ માટે નહિ પણ દસ વીસ કે પચાસ વર્ષ માટે વિચારવાની હોય જેમકે આ યોજાનું લાંબાગાળે શું રૂપ હશે તે વિચારો એક કર્મચારી જેનો પગાર એકલાખ રૂપિયા છે તેના 10 % અને સરકાર 18.5 % એટલે 28.5 ટકા લેખે ૨૮૫૦૦ દર મહીને ફાળો આપશે . એટલે વર્ષે ૩૪૨૦૦૦ ફાળો ભેગો થાય અને જો તે 25 વર્ષ નોકરી કરે છે. તો ૮૫૫૦૦૦૦ પંચ્યાસી લાખ પચાસ હજાર ભેગા થાય છે. આ ૮૫૫૦૦૦૦ નું 6 % સાદું વ્યાજ પણ વર્ષે ૫૧૩૦૦૦ થાય એટલે મહીને ૪૨૭૫૦ તો એમને એમ જ એને મળે સરકાર પગારના ૫૦% આપે તો ૫૦૦૦૦ મળે .

જરા વિચારો સાવ સદા વ્યાજે પગાર સ્થિર રાખીને ગણતરી મૂકી તો પણ સરકારને કોઈ નુકશાન નથી વ્યાજ માંથી જ પેન્શન ચકવવા પાત્ર રકમ મળી રહે છે અને મુદ્દલ તો પડ્યું જ અર્હે છે જે 30 વર્ષે નોકરીએ લાગ્યા હોય તેની ત્રીસ વર્ષ નોકરી થાય. જેમના પાગર 2 લાખ હોય તેમનું ફંડ 2 કરોડ થાય . હવે વિચારવાનું એ કે દેશના એક કરોડ કર્મચારીઓ ના એક કરોડ રૂપિયા ભેગા થાય અને તે કર્ચારીઓ ને પાચા આપવાના જ ના થાય તો આ સો લાખ કરોડના ભંડોળનું માલિક કોણ ? વળી જુના કર્મચારી નિવૃત્ત થતા જાય તેમ તેમ નવા કર્મચારીઓ આ નવી પેન્શન યોજનામાં જોડતા જાય એટલે એક સમય એવો આવશે કે દેશના પાચ કરોડ કર્મચારી આ નવી પેન્શન યોજનામાં જોડાશે .

જો પાચ કરોડ લોકો નો દર મહીને કપાતો ફાળો અને સરકારનો ફાળો ભેગો જ થતો જાય તો બજારને અબજો રૂપિયા એમ ને એમ મળતા થાય .વળી પેન્શન ફંડના મેનેજરો આ અબજ કરોડ રૂપિયા નાની નાની કંપનીના શેર ઇક્વિટી માં તો રોકશે નહિ. એ તો દેશની ટોચની કંપનીમાં રોકશે જ્યાં માર્કેટનો વળતર દર 20 % થી વધારે હોય .તો પ્રશ્ન એ કે આ ફંડનું માલિક કોણ ?આ ફંડ વર્ષો સુધી વધ્યાજ કરશે. બજારમાં ફર્યા જ કરશે .ફંડ મેનેજરો ,ઉદ્યોગપતિઓ આનો લાભ લીધા જ કરશે અને દેશમાં કોઈ આ મહત્વના પ્રશ્ન ની ચર્ચાજ નથી કરતુ આપણને ખરેખર અર્થશાત્ર નથી આવડતું કે આપણને ખબર છે માટે જ બોલતા નથી ? આ કૌભાંડ છે કે કેમ ? તે કોણ તપાસશે ?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top