આજકાલ કેટલાંક વખતથી યુવક-યુવતિ લગ્ન કરવા માટે ઉદાસીનતા દાખવી રહ્યા હોય એવું લાગે છે. હવે યુવક-યુવતીઓને લગ્ન એ સાત જન્મના પવિત્ર બંધન જેવું કંઈ લાગતુ નથી. એક રીપોર્ટ અનુસાર ભારતમાં અપરણિત યુવાનોનું પ્રમાણ વધી રહ્યું છે. ભારત જેવા દેશમાં જે કુટુંબમાં યુવક કે યુવતી કુંવારા હોય તો તે સમાજમાં એક ચર્ચાનો વિષય બની જાય છે તો પણ યુવાનો અપરણીત રહેવાનું પ્રમાણ વધતુ જ જાય છે જે ચિંતાનો વિષય! હાલમાં જેમ જેમ યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ વધતુ જાય! અને યુવતિઓ આર્થિક રીતે સધ્ધર થતી જાય છે. તેમ તેમ યુવતીઓ પણ લગ્ન પ્રત્યે ઉદાસીન બની જાય છે. કારણકે લગ્ન પછી તેઓનું જીવન સંપૂર્ણ બદલાઈ જાય છે. ગમા-અણગમા જેવું કાંઈ જ રહેતુ નથી. ઘણી યુવતીઓ સાસરામાં અકળામણ અનુભવાથી અને સાસરામાં મનોબળ ન રહેવાથી છૂટાછેડાનું પ્રમાણ પણ વધતુ જાય છે. આ અંગે સમાજનાં વડીલો અને બુધ્ધિજીવોએ એકત્રીત થઈ કંઈક ઉપાય શોધવો જોઈએ.
નવસારી – હિતેશ એસ. દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હોનારતોનો ઇન્તજાર
અત્યારે હોનારતોની મોસમ ચાલતી લાગે છે પુલો પડે છે મકાનો પડે છે, ભીડમાં લોકો ચગડાઇને મરે છે. પહાડો પરથી શીલાઓ ગબડે છે અને આખાને આખા પહાડ નીચે ખીણમાં આવી જાય છે. પૂરની હોનારતો સર્જાય છે. ટુરીસ્ટો જે વર્ષાઋતુની મજા લેવા ગયા હતા તેમની મજા સજા થઇ ગઇ. ન જવાને રસ્તે જાઓ તો તકલીફમાં આવી જાવ. કેદારનાથ જનારાની હાલત નો અત્યંત ખરાબ થઇ ગઇ છે. કુદરતી સૌંદર્ય જોઇને પાછા તો સુરત અને મુંબઇ જ આવવાનું છે ને? તો ઘરે બેઠા મોટા સ્ક્રીનવાળા ટી.વી. પર એ બધુ જોઇ લો ને પૈસા બચશે અને જાન પણ બચશે. પરંતુ જેના ખિસ્સામાં પૈસા તો હોય એ એવી જગ્યાઓએ જઇ ફસાઇ જઇ બચાવો પૈસા તો હોય એ એવી જગ્યાઓએ જઇ ફસાઇ જઇ બચાવો પૈસાની બૂમ પાડે. આવા પ્રવાસીઓમાં મોટા ભાગના ગુજરાતીઓ જ હોય છે. એ નોંધવા જેવું છે. એટલે આખા દેશમાં બૂમ ઉઠી છે કે ચાર ગુજરાતીઓ દેશની સંપત્તિ ગુજરાતમાં ઠાલવી દીધી છે.
સુરત – ભરત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.