SURAT

ખાતમુહૂર્ત બાદ મેટ્રો રેલ માટે ચોકથી સ્ટેશન રૂટ પર સોઈલ ટેસ્ટિંગની કામગીરી શરૂ

સુરતમાં મેટ્રો રેલ (Surat Metro Rail) માટે ખાતમુહૂર્ત થયાં બાદ હવે તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. મેટ્રો રેલ માટે ઇજારો મેળવનાર એજન્સી જે કુમાર ઇન્ફ્રાના સબલેટ ‘ઝેડ જિઓટેકનીક્સ એન્ડ કન્સ્ટ્રક્શન’ દ્વારા સુરત રેલ્વે સ્ટેશન અને ચોક બજાર રેમ્પ વચ્ચેના 3.56 કિ.મી.ની અન્ડરગ્રાઉન્ડ પેકેજ માટે સોઈલ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અંડરગ્રાઉન્ડ લાઈનની ભૌગોલિક ટેકનિકલ તપાસ પૂર્ણ થવા માટે લગભગ 2 મહિનાનો સમય લાગશે તેવી શક્યતાઓ ઝેડ કન્સટ્રક્શન દ્વારા સેવાઈ રહી છે. અગાઉ વર્ષ 2016માં દિલ્હી મેટ્રો રેલ નિગમ (DMRC) એ પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ (DPR) તૈયાર કરવા માટે ભૌગોલિક ટેકનિકલ માહિતી રજૂ કરવામાં આવી હતી તેના આધારે આ કામ શરૂ થઇ ચૂક્યું છે.

હાલમાં જે કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ દ્વારા તેના પેટા કોન્ટ્રેક્ટ ઝેડ જિઓટેકનીક્સ એન્ડ કન્સ્ટ્રક્શન થકી સ્ટાન્ડર્ડ પેનેટેશન ટેસ્ટ (એસ.ટી.પી) થોડા થોડા સમયાંતરે કરાવવામાં આવશે. જેના થકી જાણી શકાશે કે આ જમીન મેટ્રોના અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન માટે યોગ્ય છે કે કેમ? અત્રે ઉલ્લેખનીય છે કે, જે કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા રૂા. 941 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ મેટ્રો માટેની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં ચોકબજાર, મસ્કતિ હોસ્પિટલ અને સુરત રેલ્વે સ્ટેશનના અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનશે.


અમને નવી દુકાન આપો, કાદરશાની નાળના શોપિંગ સેન્ટરના દુકાનદારોની માંગણી

સુરતના ડ્રીમ પ્રોજેકટ મેટ્રો રેલ પ્રોજેકટનું કામ શરૂ થઇ ગયું છે. જેમાં પ્રથમ ફેઇઝમાં ડ્રીમ સિટીથી કાદરશાની નાળ એલિવેટેડ કોરિડર બનશે. આ કોરિડોરમાં સ્ટેશન બનાવવા માટે કાદરશાની નાળ સ્થિત મહાનગર પાલિકાના શોપિંગ કોમ્પલેક્ષ આખું તોડી નાંખવામાં આવનાર છે. જેથી શોપિંગ કોમ્પલેક્ષના 45 દુકાનદારો દોડતા થયા છે. આ અંગે મનપામાં રજૂઆત કરનાર દુકાનદારોનું કહેવું હતું કે, શહેરના વિકાસ કામ માટે અમે દુકાન આપવા તૈયાર છીએ. પરંતુ વર્ષોથી અહીં દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોઇ દુકાન નહીં રહેશે તો દુકાનદાર સાથે તેમના કારીગરો પણ બેકાર થઇ જશે. જેથી દુકાનના બદલામાં દુકાન મળી રહે તેવી માંગણી અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ સુરત મહાનગર પાલિકાએ દુકાનના બદલામાં માત્ર વન ટાઇમ 50 હજાર રોકડ અથવા 6 મહિના સુધી 6 હજાર રૂપિયા વળતર આપવાની ઓફર કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top