વલસાડ: દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) દુધનીમાં કાર્યરત વોટર એમ્બ્યુલનસ (Ambulance) સેવા દા.ન.હના લોકોને તો લાભકર્તા છે, સાથે સંઘ પ્રદેશને અડીને આવેલા અંતરિયાળ કપરાડા તાલુકાના ગામોના હજારો લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. મધુબન ડેમના કેચમેન્ટ એરિયાના કારણે આ ગામોના (Village) લોકોએ અગાવ 50 કી. મી.નો ફેરાવો ફરી સેલવાસ સારવાર માટે જવું પડતું હતું, તે હવે માત્ર 15 મિનિટમાં પહોંચી જાય છે, જેના પગલે મોટી સંખ્યામાં લોકોની જિંદગી બચી છે. મધુબન ડેમ દા. ન.હવેલી વચ્ચે કાર્યરત તરતી એમ્બ્યુલન્સ ખરા અર્થમાં દર્દીઓ માટે તરતી સંજીવની બની છે.
તરતી એમ્બ્યુલન્સના ઇ.સી.જી, ઓક્સીજન સિલિન્ડર સહિતની સુવિધા ઉપલબ્ધ
દેશમાં ગુજરાતના ઓખા, પોરબંદર, હિમાચલ પ્રદેશ બાદ દા.ન.હના દુધનીમાં તરતી સંજીવની કહી શકાય તેવી તરતી એમ્બ્યુલન્સના ઇ.સી.જી, ઓક્સીજન સિલિન્ડર સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સ્નેક બાઈટ, ગંભીર અકસ્માતો, ડિલિવરી જેવા કેસોમાં તરતી એમ્બ્યુલન્સના પાઇલોટ 108 એમ્બ્યુલન્સના વડા અધિકારીને ફોન કરે છે, અને ત્વરિત સામે કાંઠે રોડ એમ્બ્યુલનસ તૈયાર હોય છે. જે દર્દીને નજીકની દુધની કે ખાનવેલ હોસ્પિટલમાં પહોંચાડે છે.
દાદરા નગર હવેલીમાં લેવાયેલા 277 સેમ્પલમાંથી 2નો રિપોર્ટ પોઝિટિવ
સેલવાસ : દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવના નવા 2 કેસ નોંધાતા આંકડો 1636 પર પહોંચ્યો છે. પ્રદેશમાં હાલ 4 કેસ સક્રિય છે અને 1642 કેસ રીકવર થઇ ગયા છે. જ્યારે એકનુ મોત થયેલુ છે. પ્રદેશમાં 277 સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાંથી 2નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે જાહેર કરાયેલા નવા બે કન્ટેન્મેન્ટ ઝોનમાં સવિતાબેનની ચાલ, બાવીસા ફળિયા, સેલવાસ અને કુંભારવાડા, નરોલીનો સમાવેશ થાય છે.