Sanidhya

ત્યારથી જ “સાંઇ”બાબાના નામે અમર થઇ ગયા

સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.
સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી.

જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા- ફરવાનું નસીબ યોગ આવે ત્યારે જ બને છે અને મહાપુરુષોને સત્યપુરુષોને મળવાનું તો નસીબદારના ભાગ્યમાં હોય તો જ મળે છે. ઓગણિસમી તથા વીસમી સદીમાં ઘણા યોગીઓ, સંતો થયા છે. તેમાં શિરડીના શ્રી સાંઈબાબાનું નામ સર્વોત્તમુખી છે. બાબાનો જન્મ, જન્મસ્થળ, માતા-પિતા આદિના વિશે શોધખોળ ચાલું છે, પણ બાબાનું નામ સાંઈ પડ્યું અને કોણે પાડ્યું એ વિશે વિશ્વસનીય નોંધ છે. તો જોઈએ બાબાને ‘સાંઈ બાબા’ કોણે ક્હ્યું?

મહારાષ્ટ્ર પ્રદેશમાંના અહમદનગર જીલ્લામાં કોપરગાંન તાલુકામાં શિરડી નામે એક પવિત્ર ગામ છે. બાજુમાં ગોદાનગરી નદી વહે છે. બાબાની યુવાની હતી, ગૌર કાચા, ઉંચા અને દેખાવડા, આખોમાં દિવ્ય તેજ, ધોતીયું લાંબી કફની, નદીમાં સ્નાન કરીને નિકળ્યા તો એક સાધુ જોડે ભેટો થયો, આધ્યાત્મની વાતો થઈ. સાધુએ ક્હ્યું સાધુ ચલતા ભલા, ચાલવાનું રાખ, નદીના કાંઠે કાંઠે પ્રવાસ કર, જે જગ્યાએ તને થાક લાગે ત્યાં વિશ્રામ કર, આગળ જવાનું મન ના થાય તે જ તારી ભૂમી છે, તે જ સ્થાન અને પરિવાર, તે જ તારી નગરી, શ્રીરામની અયોધ્યા, શ્રી કૃષ્ણની દ્વારકા તેમ પરિસરનો તું નાથ બનશે. સાધુજીએ ચલમ-ચિપીયો, સરકો અને કટકો આપ્યો અને બાબા આગળ વધ્યા.

શિરડી પરિસરના એક ચોગાનમાં બે લીમડાના ઝાડની છાયામાં બાબા એક લાકડાના આસન પર બેસી ગયા, ત્યાં તેમનું ધ્યાન લાગી ગયું, નિરવ શાંતી હતી. સન 1854ની વાત છે, નાના ચોળદારની માં રામજીની ભક્ત હતી તે રામનામ જપ કરતી જતી હતી કે તેણે બાબાને જોયા. તેમને જાણે તેઓ વનવાસી રામ જેવા લાગ્યા, ઘરે આવીને બધાને કહ્યું ‘લીમડા નીચે યુવાન યોગી બેઠા છે.’ લોકોએ બાબાનું સ્વાગત કહ્યું. બાબા ત્યાં જ રહેવા લાગ્યા, માનવસેવામાં તરબોળ બન્યા, દર્દીઓને દવા આપતા, ઘરેલું સમસ્યાનો ઉકેલ આપતા, ચોગાનની સાફ સફાઈ કરીને ત્યા ફુલ વેલી ઝાડો રોપ્યા બામ બનાવી દીધી. બાબા પાસે અનેક લોકો બેસવા આવતા કોઈ દિવસ ચલમનો દમ મારતા તો ચિપિયો જમીન પર પછાડી અગ્નિનું નિર્માણ કરતાં અને કપડું ભીનું કરવા પાણીની ધારાઓ પણ કાઢતા. આમ બાબાના પરચાઓ, પ્રકાર અને ચમત્કાર જોતાં લોકો યુવાન બાબા તરફ ભક્તિભાવથી આકર્ષયા.

એક દિવસ બાબા શિરડી પરિસરમાંથી અચાનક અદ્રષ્ય થયા. કોઈને જ કોઈ પત્તો મળ્યો નહિ. ત્રણ વર્ષ સુધી બાબા ગુપ્ત રહ્યાં. ‘ધૂપ’ ગામનો મુખિયો મુસ્લીમ ચાંદ પાટીલની ઘોડી ગુમ થયેલ પણ બાબાના સંકેત પર ધોડી મળી ગઈ. બાબા સાથે ચલમનો દમ પણ ચાંદભાઈએ માન્યો અને એમના બીવીના ભાણેજના નિકાહ પઢવાનો પ્રસંગ શિરડીમાં હતો ત્યારે ચાંદભાઈના આગ્રહ પર બાબા શિરડી પરિસરમાં આવ્યા. બાબાને ત્યાં પ્રસન્નતા મળી પોતીકુપણું લાગ્યું.

લહેરાતા ખેતરોના સાનિધ્યામાં ચોગાનમાં બળદગાડાઓ ઘુસ્યા. બાજુમાં જ શ્રી ખંડેરાવ મહારાજનું મંદિર હતું, ખંડેરાવ એટલે માર્તંડ ભૈરવ, શિવજીનો અવતાર. શંકરે મણિ અને મલ્લ રાક્ષસ બંધુને મારવા અવતાર લીધેલો અને તેથી ખંડેરાવ જાગ્રત દૈવત હતું. ખંડેરાવનો પુજારી નામે મહાલસાળતી મંદિરની દેખભાળ કરે. ખંડેરાવની એના પર પૂર્ણ કૃપા હતી. બાબા માથા પર કટકો બાંધીને મંદિર જવા નિકળ્યા. મંદિરના પગથીયાને નમસ્કાર કરીને મંદિરના મહાદ્રાર પાસે આવ્યા તો મંદિરના અંદરનો મોટો શિવઘંટ વાગ્યો અને મહાલસાપતી આગળ આવીને મોટેથી બોલ્યો. ‘આવો સાંઈ આવો’. આગળ પાછળથી આવેલા બધા જ બોલ્યા સાંઈ બાબા આવો. ત્યાંથી બાબાને બધા લોકો ‘સાંઈ બાબા’ કહેવા લાગ્યા. બાબાનું નામ સાંઈ બાબા પડ્યું. શિવભક્ત મહાલસાખતીએ બાબાને ‘સાંઈ’ નામ આપ્યું. કોરટમાં સાક્ષી તરીકે બાબાને નામ પુછવામાં આવ્યું ત્યારે બાબાએ ક્હ્યું મને ‘સાંઈબાબા’ કહે છે. એ જ નામથી બાબા અમર બન્યા છે.

સાંઈ એટલે સાક્ષત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારીનું સ્વરૂપ. સાંઈબાબાનો મંત્ર છે ‘સબકા માલિક એક’ શ્રધ્ધા અને સબુરી. સાંઈબાબાએ અગણિતરૂપે જગત નિચેતાના સ્વરૂપો બતાવ્યા છે એટલે મદ-મત્સર, ગર્વ-અહંકાર, લોભ-કામનો ત્યાગ કરીને મારી પાસે આવો, હું તમારી બધી જ કામના, ઈચ્છા પૂર્ણ કરીશ. સાંઈ બાબાએ ભક્ત કવિ ગોવિંદરાવ દાભોલકરને કહ્યું છે કે ‘મારું ચરીત્ર, મહિમા જે પણ કોઈ એના મેળે શ્રધ્ધાથી ગાશે તો હું એની આગળ પાછળ ચારે બાજુએથી રક્ષણ કરીશ. શિરડી મારું ધામ પાવન પવિત્ર તીર્થ સ્થાન છે. સાંઈ બાબા ખંડેર મસિદમાં રહેતા તેનું નામ દારકામાઈ રાખ્યું છે, ચાવડી સ્થાને બેસીને બાબા સત્સંગ કરતા અને કરાવતા. મસિદ પાસે બાબાએ ઘુણી પ્રગટાવેલી છે ત્યાંની ભસ્મ ઉદી ઐષધી ગુણકારી છે. બાબા વિશ્વરૂપ છે ‘નામ છે સાંઈ ! જાણે વિઠ્ઠલ રખુમાઈ !, શિવપાર્વતીમાઈં! અને બ્રહ્માસાવિત્રી આઈ! સાંઈ બાબાનો ઉદ્દઘોષ ‘અખિલ બ્રહ્માંડનાયક રાજાધિરાજ સદ્દગુરુરાજ સમર્થ સાંઈનાથ મહારાજ કી જય’

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top