SURAT

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે ફાર્મ હાઉસમાં ભોજન સમારોહ યોજી ભીડ ભેગી કરી, લોકો માસ્ક વગર દેખાયા

સુરત (surat) માં વધુ એક નેતાએ સોશિયલ ડિસ્ટન્સનના ધજાગરાં ઉડાડ્યાં છે. શહેરના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કોરોનાની ગાઈડલાઈન (guideline) નો સરેઆમ ભંગ કર્યો છે. હજી એક દિવસ પહેલાં જ શહેરમાં એક કોંગ્રેસ કાર્યકર્તાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી તાયફા કર્યા છે ત્યારે બીજા જ દિવસે કોંગ્રેસના કોર્પોરેટરનો તમાાશો સામે આવ્યો છે. સરકારે રાત્રિ કરફ્યૂમાંથી બજી મુક્તિ નથી આપી ત્યાં નિલેશ કુંભાણી (nilesh kumbhani) એ પોતાના ફાર્મ હાઉસમાં લોકોને જમવા બોલાવ્યા હતા. જેમાં લોકો માસ્ક વગર ફરી રહ્યાં હતાં. એટલું જ નહીં આ જમણવારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) નો અભાવ જોવા મળ્યો હતો. 

સુરતમાં કૉંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ  ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.  કોરોના કાળમાં લગ્ન અને મરણ પ્રસંગે ભલે સામાન્ય જનતા 100થી વધુ વ્યકિતને ન બોલાવી શકે પણ સુરતમાં આ નેતાએ યોજેલા સમારંભમાં તો 200થી વધુ લોકોને આમંત્રણ અપાયું હતું. લોકો માસ્ક વિના જ જમવા પહોંચ્યા હતા. વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતેના સરદાર ફાર્મમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. નિલેશ કુંભાણી દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારંભમાં બાળકો સહિતના લોકો માસ્ક વગર દેખાયા હતાં. ત્યારે આ કાઉન્સિલરે એવું બહાનું કર્યું હતું કે બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગાઈડલાઈન્સ પ્રમાણે 100 લોકો જમી લે પછી 100 લોકોને જમવાનું કર્યું હતું.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ભોજન કરી રહ્યાં છે અને લાઈનમાં ઊભા રહેલા દેખાય છે. તમામ લોકો માસ્ક વગર દેખાય છે. એ સાથે પીરસનારા અને ખુદ નિલેશ કુંભાણી પણ લાડવા પીરસતી વખતે માસ્ક વગર જોવા મળ્યા હતાં. ત્યારે સવાલ ઉઠી રહ્યો છે વારંવાર નિયમો તોડાતા નેતાઓ આખરે ક્યારે સમજશે? આયોજનમાં નિયમોનું પાલન કેમ ન કરાયું? આ નેતાઓ સામે કાર્યવાહી કેમ નથી થતી? આ નેતાઓને નિયમો તોડવાની છૂટ કોણે આપી છે? 

સુરત અને ગુજરાતમાં નેતાઓ દ્વારા ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતા વીડિયો અવાર નવાર સામે આવી રહ્યાં છે. નિલેશ કુંભાણી તાજેતરમાં અલ્પેશ કથિરિયાની બર્થડે પાર્ટીમાં પણ સામેલ હતા. થોડા સમય પહેલા જ અલ્પેશ કથીરિયાની બર્થડે પાર્ટી યોજવામાં આવી હતી અને તેમાં તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા હતા. ગઈકાલે ભરૂચના ઝઘડિયામાં પણ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવાયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં છોટુ વસાવાના ગઢમાં ભાજપે (bjp) ગાબડું પાડ્યું હતું, BTPના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જ્યાં પક્ષપલટા સમયે તમામ નિયમો નેવે મૂકાયા હતા. બીજી તરફ એક દિવસ પહેલાં જ સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાએ જાહેરમાં કેક કાપી બર્થડે મનાવ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top