રસીકરણની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે વ્યાપક સ્તરે તેના વિશે ફરિયાદ ઉઠે એવું બન્યું નથી અને તેથી ધીમે ધીમે વિશ્વાસ જાગતાં રસીકરણની પ્રક્રિયા વિસ્તરશે. કોરોના વિરોધી રસી આરોગ્ય ખાતાના કર્મચારી અને કોરોના વોરીયર્સને તો મુકવી જ જોઇએ તે સાથે આપણા દેશના નેતાઓ, પ્રધાનો, વિધાનસભ્યો, સંસદસભ્યોને પણ પહેલા મુકવી જોઇએ. તેઓ દેશની પ્રજાની સેવા કરવા રાજકારણ ક્ષેત્રમાં આવ્યા હોય છે.
તેઓ પ્રજાના સેવક છે તેમની તંદુરસ્તી સારી રહેવી જ જોઇએ જેથી તેઓ પ્રજાની સારી રીતે સેવા કરી શકે. બીજું તેઓ પ્રથમ રસી મુકાવશે તો પ્રજાને પણ એ રસી મુકાવતા સંકોચ નહીં થશે અને તેઓને એ રસી પર વિશ્વાસ – ભરોશો થશે. પ્રજાને થશે કે નેતાઓ પણ લે છે તો આપણને લેવામાં શો વાંધો? નેતા પ્રજા પાછળ દોડે છે અને પ્રજા નેતા પાછળ દોડે છે નેતા અને પ્રજા મજબુત હશે તો દેશ મજબુત. પ્રભુને પ્રાર્થના કે કોરોના વિરોધી રસી ૧૦૦ ટકા સફળ થાય અને કોરોના દેશ અને દુનિયામાંથી વિદાય લઇ લે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.