પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે ઈન્દોરની કંપનીને આપેલા સ્વચ્છતાના કામનો વાંધો ઉઠાવ્યો :
વિપક્ષે આગામી ગણેશ વિસર્જન મામલે કુત્રિમ તળાવ અંગે ધારદાર રજૂઆત કરી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે લાંબાગાળા પછી મેયરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં સત્તાધારી પક્ષના જ કોર્પોરેટરે સ્વચ્છતા માટે ઇન્દોરના કોન્ટ્રાક્ટરને સ્વચ્છતા માટે આપેલા કામનો ઉગ્ર વિરોધ દર્શાવી જો આ મામલે આત્મ ચિંતન મંથન નહીં કરે તો સ્વચ્છતા સર્વેક્ષણમાં 33 માં ક્રમાંક ઉપરથી 43 ઉપર જઈશું તેમ જણાવ્યું હતું.
વડોદરા મનપાના ચૂંટણી વોર્ડ નંબર 12ના કોર્પોરેટર મનીષ પગારે જણાવ્યું હતું કે જાણવા મળ્યું છે કે, ઈન્દોરની કંપનીને 1.16 કરોડ રૂપિયામાં કન્સલ્ટન્સી સ્વચ્છતા માટે આપી છે, તો એ જ બાબતે મેં વિરોધ કર્યો છે અને સભામાં પૂછ્યું હતું કે શું આપણે આ એજન્સીને કામ આપ્યું છે. એમણે કોઈ આપણને બાંહેધરી આપી છે કે, 33 માં ક્રમાંક પરથી 1 થી 10 માં લઈ જશે? બીજું કે એની સાથે સાથે ઇન્દોરની એજન્સી છે, તો આપણી અને ઇન્દોરની બરાબરી ન થાય. આપણું શહેર એ આપણું શહેર છે. આપણું શહેર આપણું પોતાનું શહેર કહેવાય. આ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની છે. આપણી પાસે આટલા સફાઈ કર્મચારીઓની તાકાત છે. આટલા બધા અધિકારીઓ છે, અને આટલા પૈસા આપ્યા પછી પણ જો એજન્સી બાહેધરીbના આપતી હોય તો આવી એજન્સીઓને કામ ના આપવું જોઈએ. સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણો જે 33 માં ક્રમે નંબર ગયો છે એ શું બતાવે છે ? એનો મતલબ શું છે ?? પ્રગતિ ઉપર જાય, નીચે તો ન જાય. એટલે ક્યાંક તો આપણે અસમર્થ છીએ અને એમાં અમે પણ સામેલ જ છીએ. અધિકારીઓનો એકલાનો વાંક નથી. અમે ચૂંટાયેલી પાંખના સત્તાધારીઓ પણ સામેલ છે કે આ કેમ નથી થતું. એજન્સી વગર પણ ઉદ્ધાર થાય, સો ટકા કેમ ન થાય? આટલી સ્ટ્રેન્થ, આટલી મશીનરી, એજન્સી આવીને શું કરશે. એ આપણા જ ડીવાયએમસી ને આપણા જ એમસીને કહેશે અને આપણા સફાઈ કર્મચારીને કહેશે કે આ કરો જે આપણે જ કરીએ છીએ એ નવું શું કરશે? હું આ લોકોને એ જ પૂછવા માંગુ છું કે આવીને નવું શું કરવાના છે એ ઇન્દોરની એજન્સી છે. એટલે આપણે ઇન્દોરનું જોઈને વડોદરાની સરખામણી કરીએ એવી સરખામણી ન હોય. આ તો આપણે પોતે આત્મનિર્ભર થવું પડે. આપણી પાસે આટલી બધી સાધન સામગ્રી છે, તો શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની થાય છે. મેયર, ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર એ શું દરખાસ્ત લાવે, તપાસ કરે પણ મારું ધ્યાન પડ્યું છે. એટલે મારા લોકોએ મને ચૂંટીને મોકલ્યો છે. એટલે મારી નૈતિક ફરજ છે કે, મારા શહેરની કે, મારા વિસ્તારની વાત હોય તો મારે એ બાબતે રજૂઆત કરવી જોઈએ. મારી એક કાઉન્સિલર તરીકેની રજૂઆત મેં કરી છે. હવે બાકીના નિર્ણય ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર બધાએ લેવાના છે. એમને જો મારી વાત સાચી લાગતી હશે તો એમાં કંઈક આત્મચિંતન કરશે, મંથન કરશે અને નહીં કરે તો 33 ઉપરથી 43 પર જઈશું એનાથી મોટો કોઈ ફરક બીજો પડવાનો નથી.
2.55 કરોડના ખર્ચે બનાવેલી વરસાદી કાંસ ફેલ જતા વિજિલન્સ તપાસની માંગ :
અમારા વિસ્તારમાં જે વરસાદી કાચ બનાવવામાં આવી હતી 2.55 લાખ રૂપિયાની એ વરસાદી કાંસ બનાયા પછી અમને એવું હતું કે, અમારા વિસ્તારમાં સોસાયટીમાં કે નવાપુરા વિસ્તારમાં કોઈને પણ પાણી ભરાવાથી નુકસાન નહીં થાય પણ થોડા વરસાદમાં જ લોકોને દર વર્ષે જે પાણી ભરાતું હતું. એનાથી વધારે પાણી ભરાયું અને વધારે દિવસ સુધી રોકાયું. એટલે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું અને આ ઉપરાંત જે વિસ્તારમાં કોઈ દિવસ પાણી ભરાતું ન હતું. એ વિસ્તારમાં પણ આ વખતે પાણી ભરાયું હતું. કારણ કે જે વરસાદી કાંસ કરોડો રૂપિયા ખર્ચા કરીને બનાવી અને વિશ્વામિત્રી નદીમાં એ પાણી ડાયરેક્ટ જવા માટે પણ એ વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં પાણી અંદર ગયું નહીં એટલે અમે એ કોઈ જે પણ ઇજારદારે કામગીરી કરી છે. એની વિજિલન્સ તપાસ માટે માંગણી કરી છે : બાળું સૂર્વે, કોર્પોરેટર
ત્રણ જણા જઈને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકે અને વાહી વાહી લૂંટવાનો ધંધો કર્યો છે :
દશા માતાજીની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રઝળપાટ કર્યા લોકોને અહીંયા થી ત્યાં મોકલ્યા આમ કરોડો રૂપિયા એ લોકો ખર્ચે છે. કોઈને પૂછ્યા વગર અને આમ, દશા માતાજીની મૂર્તિઓના વિસર્જન માટે તળાવ એ નાનું ખાબોચિયા જેવું બનાવ્યું એટલે એ બાબતે મારી ગંભીર રજૂઆત હતી કે આગામી ગણપતિજીનો તહેવાર છે અને વિધ્નહર્તા જ્યારે શહેરમાં આગમન થઈ ચૂક્યું હોય ત્યારે એમના વિસર્જન ટાણે આ સમસ્યાનું ફરીથી પુનરાવર્તન ન થાય એ બાબતે ગંભીર રજૂઆત એટલા માટે હતી કે, સત્તા પર બેઠેલા લોકોને જસ ખાટવાની હોડ લાગી છે. જસ ખાટવાની હોડમાં એમણે હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિષય હોય એની અંદર એમણે સંયુક્ત મીટીંગ બોલાવવાની હોય એમણે લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય એવું આયોજન કરવાનું હોય પણ સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાના કારણે આ લોકો ઇન મીન ત્રણ જણા જઈને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકે અને વાહી વાહી લૂંટવાનો ધંધો કર્યો અને એમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ અને એ માટે અમારી રજૂઆત હતી. : પુષ્પાબેન વાઘેલા,કોર્પોરેટર