કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર રેપ-મર્ડર કેસમાં ગુરુવારે સીબીઆઈએ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ સંદીપ ઘોષને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા હતા. અહીં સીબીઆઈએ ઘોષ સિવાય અન્ય કેટલાક લોકોના પોલીગ્રાફ ટેસ્ટની માંગ કરી હતી. કોર્ટે આ માંગણી સ્વીકારી અને ટેસ્ટની મંજૂરી આપી છે.
કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાથી લોકોમાં ગુસ્સો છે. આ અંગે કોલકાતામાં પણ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને કોલકાતા જિલ્લા કોર્ટમાં લઈ ગઈ હતી. સંદીપ ઘોષ ઉપરાંત CBI અન્ય 4 ડોક્ટરોને પણ સાથે લાવી હતી. સંદીપ ઘોષ ઉપરાંત મૃતક સાથે છેલ્લું રાત્રિભોજન કરનાર ચાર તાલીમાર્થી ડોક્ટરોને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સીબીઆઈએ કોર્ટમાં સંદીપ ઘોષના પોલીગ્રાફી ટેસ્ટ અને મેજિસ્ટ્રેટ સમક્ષ તેમના નિવેદનની માગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી.
સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ સ્થાનિક પોલીસને હટાવીને RG KAR ડોક્ટરો અને હોસ્પિટલની સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ મામલે દરરોજ અનેક ખુલાસા થઈ રહ્યા છે. જો કે સોશિયલ મીડિયા પર કેટલાક દાવા કરવામાં આવી રહ્યા છે જ્યારે કેટલાક સાચા છે અને કેટલાક નકલી પણ છે. આ મામલે પશ્ચિમ બંગાળ સરકારની ઘણી ટીકા થઈ રહી છે. તાજેતરમાં, સ્થાનિક પોલીસે વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો, જેના વિશે સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી હતી.