National

મમતાએ PM ને લખ્યો પત્ર, દેશમાં બળાત્કારની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી પરંતુ કોલકાતા કેસનો ઉલ્લેખ નહીં

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સમગ્ર દેશમાં ચાલી રહેલા બળાત્કારના મામલાઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. વડાપ્રધાનને સીએમ મમતાનો આ પત્ર એવા સમયે આવ્યો છે જ્યારે કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં રાજ્ય સરકારના વલણની સતત ટીકા થઈ રહી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે મમતાએ કોલકાતા રેપ મર્ડર કેસનો પત્રમાં ઉલ્લેખ કર્યો ન હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર અલાપન બંદોપાધ્યાયે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે – ‘આદરણીય વડાપ્રધાન, હું તમારા ધ્યાન પર લાવવા માંગુ છું કે સમગ્ર દેશમાં બળાત્કારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને ઉપલબ્ધ માહિતી મુજબ બળાત્કારની સાથે હત્યા પણ થાય છે, તે જોવું ડરામણું છે કે દેશભરમાં દરરોજ બળાત્કારના 90 જેટલા કિસ્સાઓ સમાજની આસ્થા અને અંતરાત્માને હચમચાવે છે. આનો અંત લાવવાની આપણા સૌની ફરજ છે જેથી મહિલાઓ સુરક્ષિત અનુભવે.

આ જ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, “આવા ગંભીર અને સંવેદનશીલ મુદ્દાને આવા જઘન્ય અપરાધોમાં સામેલ વ્યક્તિઓ સામે કડક સજાની જોગવાઈ સાથેના કડક કેન્દ્રીય કાયદા દ્વારા વ્યાપક રીતે સંબોધિત કરવાની જરૂર છે. આવા કિસ્સાઓમાં ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવ માટે, કાયદાએ આવા કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ-ટ્રેક વિશેષ અદાલતો સ્થાપવાની પણ વિચારણા કરવી જોઈએ.

Most Popular

To Top