ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મતદારયાદીના સુધારણાના કાર્યક્રમ દરમ્યાન જિલ્લામાં સુધારણા પૂર્વેની પ્રવૃત્તિઓ (Pre-Revision activities) અંતર્ગત BLOs દ્વારા તેઓને ફાળવવામાં આવેલ ભાગમાં સમાવિષ્ટદરેકઘરનીમુલાકાત(House to House Visit)તા. ૧૦/૦૯/૨૦૨૪ સુધી કરવામાં આવનાર છે.
નાગરિકોના ઘરે રૂબરૂ મુલાકાત લેનાર બીએલઓશ્રીને મતદારયાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નં.૦૬, નામ કમી કરવા માટે ફોર્મ નં.૦૭ તેમજ મતદારયાદીમાં સુધારા(ફોટો, સ્થળ, અને અન્ય વિગતો) માટે ફોર્મ નં.૦૮ સાથે જરૂરી આધારપુરાવા સહિત સચોટ માહિતી પુરી પાડવા જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર, વડોદરા તરફથી અપીલ કરવામાં આવે છે.
વધુમાં ઉપરોક્ત તમામ પ્રકારની નોંધણી www.voters.eci.gov.in ઉપર અનેવોટર હેલ્પલાઈનએપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે. ટોલ ફ્રી નંબર 1950 પર કોલ કરીને જરૂરી માહિતી મેળવવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે.
જિલ્લામાં તા.૧૦મી સપ્ટેમ્બર સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે
By
Posted on