Sports

વિનેશ ફોગાટ ભલે મેડલ ચૂકી પણ એડવર્ટાઈઝમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં તેની ડિમાન્ડ રાતોરાત વધી ગઈ

નવી દિલ્હી : ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગટ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં મેડલ ચૂકી ગઈ હતી, પરંતુ તેમ છતાં સ્ટારડમમાં કોઈ ઘટાડો થયો નથી. ઉલટાનું તેની ખ્યાતિમાં વધારો થયો છે અને આ વાતનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે પેરિસ ઓલિમ્પિક્સમાંથી તેની વાપસી બાદ ઘણી કંપનીઓ તેની સાથે કરાર કરવા માટે કતારમાં ઉભી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 15 મોટી બ્રાન્ડ્સ તેમની સાથે વિનેશ ફોગાટને સાઈન કરવા માટે લાઈનમાં છે. તેમાં જ્વેલરી, એજ્યુકેશન, પેકેજ્ડ ફૂડ, હેલ્થ, ન્યુટ્રિશન અને બેંકિંગમાં કામ કરતી ઘણી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેરિસ ગેમ્સ પહેલા વિનેશની એન્ડોર્સમેન્ટ ફી એક વર્ષ માટે ડીલ દીઠ રૂ. 25 લાખ હતી, જે હવે વધીને રૂ. 75 લાખથી રૂ. 1 કરોડ પ્રતિ વર્ષ થઈ ગઈ છે.

વિનેશ ફોગાટની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટેના ચાર્જમાં પણ મોટો વધારો થયો
વિનેશ ફોગાટ પણ સોશિયલ મીડિયા પર પ્રમોશન દ્વારા સારી એવી કમાણી કરે છે. રિપોર્ટ અનુસાર, વિનેશ પેરિસ ઓલિમ્પિક્સ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે લગભગ 2 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. પરંતુ હવે એક પોસ્ટની કિંમત વધીને 10 થી 15 લાખ રૂપિયા થઈ ગઈ છે. તેની પાછળનું કારણ પેરિસ ઓલિમ્પિકમાં તેના પ્રદર્શન બાદ તેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં ઝડપી વધારો છે. અહેવાલો અનુસાર, 5 ઓગસ્ટ સુધી, 2.88 લાખ લોકો તેને ફોલો કરતાં હતા અને હવે હાલમાં 1.1 મિલિયન લોકો તેને ફોલો કરે છે.

Most Popular

To Top