નવી દિલ્હી (New Delhi): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળ વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરીને ભારતે પહેલાથી જ ઇતિહાસ રચ્યો છે અને હવે અબજો ભારતીયો વતી ભારત સરકારે પાડોશી દેશોને વિના મૂલ્યે કોરોના રસી પહોંચાડવાની શરૂઆત કરી છે. બુધવારે સવારે ભુટાન માટે 1.5 લાખ રસી અને માલદીવ માટેની 1 લાખ રસીની પ્રથમ બેચને મુંબઇ એરપોર્ટથી રવાના કરવામાં આવ્યો હતો. રસીના માલ પર ત્રિરંગો સાથેનો સંદેશ લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના લોકો અને સરકાર તરફથી ભેટ.
ભારતે ભૂટાનન અને માલદીવ ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને સેશેલ્સ જેવા દેશોને મફત રસી આપવાનું વચન આપ્યું છે. રસીકરણ અભિયાનનો પ્રારંભ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત એવા કેટલાક દેશોમાં શામેલ છે, જે મુશ્કેલી હોવા છતાં, વિશ્વના 150થી વધુ દેશોને જરૂરી દવાઓ અને જરૂરી તબીબી સહાય પૂરી પાડે છે. પેરાસીટામોલ હોય કે પછી હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન હોય ભારત અન્ય દેશોના લોકોને પણ બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આજે જ્યારે આપણે આપણી રસી બનાવીએ છીએ ત્યારે વિશ્વ ભારત તરફ આશાથી જોઇ રહ્યુ છે.
કટોકટીના સમયમાં જ્યાં મોટાભાગના દેશો પોતાના હિત વિશે વિચારી રહ્યા છે, પરંતુ ભારત પાડોશી દેશોને નિ:શુલ્ક કોરોના રસી આપી રહ્યું છે. ભારત પડોશી દેશોને 4.5 મિલિયન રસી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રસી મોકલવાની પ્રક્રિયાને ‘રસી મિત્રતા’ નામ આપવામાં આવ્યું છે, ભારત વૈશ્વિક સમુદાયની આરોગ્યની જરૂરિયાતોને પહોંચી વળવા લાંબા ગાળાના વિશ્વસનીય ભાગીદાર તરીકે ગૌરવ અનુભવે છે. કોવિડ રસી સપ્લાય ઘણા દેશોમાં શરૂ થશે, તે આગામી દિવસોમાં વધુ દેશોમાં મોકલવામાં આવશે.
દુનિયાભરમાં ભારતીય રસીની માંગ
બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, વિયેટનામ, મોરોક્કો, કંબોડિયા, સાઉદી અરેબિયા અને મંગોલિયાએ પણ ભારત પાસેથી રસી માંગી છે. બ્રાઝિલની સરકારે ભારતમાંથી રસી લાવવા માટે વિમાન મોકલી ચૂક્યા છે, જ્યારે દક્ષિણ આફ્રિકાને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં રસીનું પહેલું શિપમેન્ટ મળવાની આશા છે.
ભારતમાં અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે
મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી એક લાખ 77 હજાર 368 લોકોને રસી આપવામાં આવી હતી. 16મી જાન્યુઆરીના રોજ શરૂ થયા બાદથી કુલ 6 લાખ 31 હજાર 417 આરોગ્ય સંભાળ કામદારો રસી અપાયા છે. તે જ સમયે, નવ લોકોએ એઇએફઆઈની ફરિયાદ નોંધાવી છે.