Charchapatra

ગુલદસ્તાઓ ગુમસુમ છે

કોઈના સ્વાગત માટે કે શુભેચ્છા પાઠવવા માટે આપણે ત્યાં હવે ગુલદસ્તા આપવાનો રિવાજ પ્રચલિત બન્યો છે. ઘણી વાર તો ગુલદસ્તો પસંદ કરવામાં તે વ્યક્તિના ધોરણ અનુસાર પસંદગી કરવામાં આવે છે.  એમાં પણ કિંમતમાં જુદી જુદી રેંજ હોય છે. શુભેચ્છાઓ આપવા માટે એક ફૂલ પૂરતું છે. ખરેખર તો ફૂલની પણ જરૂર નથી પણ આપણે ત્યાં એક ધારો થયો છે કે ગુલદસ્તો આપીએ તો જ સાચું સન્માન થયેલું કહેવાય. અલબત્ત કેટલાક પ્રકૃતિપ્રેમી પોતાના કોઈ પણ કાર્યક્રમમાં નિમંત્રણ આપતી વખતે જ સ્પષ્ટ લખતા હોય છે કે પ્લીઝ, કોઈ પણ પ્રકારની શુભેચ્છા ભેટ કે ગુલદસ્તો લાવશો નહીં. આ એક સાચી અને સારી વાત છે.

કેટલીક વાર તો એવું બને છે કે સરકારી કે સામાજિક કાર્યક્રમોમાં પરાણે ગુલદસ્તા, સ્મૃતિભેટ લાવવામાં આવે અને જેટલાં મહેમાનો માટે આ બધું લાવવામાં આવ્યું હોય એટલા મહેમાન આવ્યા જ ન હોય એટલે કેટલાક ગુલદસ્તાઓ તો મહાનુભાવોના હાથમાં જવાનું સૌભાગ્ય જ નથી પ્રાપ્ત કરતા. કેટલીક જગ્યાએ એવું બને કે ગુલદસ્તા અને સ્મૃતિભેટના પ્રમાણમાં મહેમાનો વધી જાય ત્યારે એકના એક ગુલદસ્તાને ફરી ફરીને એકથી વધારે મહેમાનોના હાથમાં જવાનું સદ્ભાગ્ય સાંપડે છે. હમણાં વળી પુષ્પને બદલે પુસ્તક કે કૂંડા સાથેનો છોડ આપીને સન્માન કરવાનો ચાલ શરૂ થયો છે. એ આમ તો સ્વીકાર્ય છે પણ એ પુસ્તકો અને છોડ સ્વીકારનાર એની દરકાર કરે છે ખરાં?
સુરત     – પ્રકાશ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જમણ પણ સુરતનું મરણ પણ સુરતનું?
ધર્મ અને રાજકારણની ભેળસેળ વર્લ્ડ ઓર્ડર બવલવા માટે કોરોનાને કોવીડ-19 બનાવ્યા પછી કાશીનું મરણવાળી વાત સાથે સુરતના જમણવારમાં કેટલી ભેળસેળ ઘૂસી થઇ હોવાની ચર્ચા જ ચર્ચાપત્રોનું હાર્દ બની ગયું છે. મરી જવાની મઝા પણ મરી પરવારી હોય તેમ મૂળ સુરતનું જીવન પણ જાણે મરણતોલ બની ગયું છે. સૂર્ય પુત્રીમાં તાપીની દુદર્શા ગ્રુપનું કરતુતને સામાજિક કોણ કહેશે.
ધરમપુર  – ધીરૂ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top