Vadodara

લાંબા વિરામ બાદ શહેરમાં બે કલાકમાં 10મીમી વરસાદ પડ્યો…

૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી :

લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી બાદ હાથતાળી,નગરજનો પરસેવે રેબઝેબ :

સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

આગામી તારીખ ૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણકે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની મજબુત થશે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ૨૬ મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે.

આગાહી મુજબ આગામી 24 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે. જોકે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી. ત્યારે, મંગળવારે વડોદરામાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. પરંતુ નહીંવંત વરસાદ વરસ્યો હતો. જેના કારણે નગરજનો આકરી ગરમીમાં મુશ્કેલીમાં મૂકાયા છે.

Most Popular

To Top