SURAT

શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાએ રાત્રે જાહેરમાં કેક કાપી ગાઈડલાઈનનાં ધજાગરાં ઉડાડ્યા

સુરત: (Surat) સુરતમાં જાહેરમાં જન્મદિવસની પાર્ટી (Birthday Party) અને કેક કાપવા જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. કોંગ્રેસના (Congress) યુવા કાર્યકર્તા મુકદ્દર રંગૂની દ્વારા રાત્રિના સમયમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસે કરેલી આતિશબાજી અને કેક કાપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાઈરલ થઈ રહ્યો છે. જેને પગલે હવે લોકો સવાલ કરી રહ્યાં છે કે ગાઈડલાઈનનું પાલન શું ફક્ત સામાન્ય લોકો માટે જ છે. ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ કે અન્ય સંપન્ન પરિવારના લોકો માટે આ ગાઈડલાઈન લાગૂ પડે છે કે નહીં?

વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડાવવાની સાથે રાત્રિ દરમિયાન લોકોના ટોળા એકઠા કરીને માસ્ક વગર કરવામાં આવી ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળ્યો છે. કોંગ્રેસના યુવા કાર્યકર મુકદ્દર રંગૂનીનો જન્મ દિવસની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા છે. વીડિયોમાં મુકદ્દર રંગૂની એક પછી એક કેક કાપી રહ્યા છે અને બીજી તરફ આતશબાજી પણ થઈ રહી છે. વીડિયોમાં બાળકો પણ નજરે ચડયા છે. જોકે વીડિયોમાં મોટાભાગના લોકો માસ્ક વગર દેખાઈ રહ્યાં છે. રાજકીય આગેવાન સુરતના કોગ્રેસના નેતા એવા મુકદ્દર રંગુની જે સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે.

છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં જન્મ દિવની ઉજાણી કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બજાર પાડવામાં આવ્યુ છે તે વચ્ચે લોકો સતત જાહેરનામા ભંગ કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. તેમાં પણ હાલમાં ચાલી રહેલ કર્ફ્યુ વચ્ચે આવા ઉત્સવ ઉજાણી પર પ્રતિબંધ છે અને રાત પડતાની સાથે સરકાર દ્વારા કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ તમામ નિયમો નેવે મૂકીને સુરતમાં સતત કોરોના ગાઈડ લાઇન પાલન કર્યા વગર જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરવામાં આવે છે. રાજકીય આગેવાન સુરતના કોગ્રેસના નેતા એવા મુકદ્દર રંગુની જે સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top