National

કોલકાતા રેપ-મર્ડર કેસ: CBI તપાસમાં હોસ્પિટલની સૌથી મોટી બેદરકારી બહાર આવી

દિલ્હી: સીબીઆઈ કોલકાતામાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહી છે. સીબીઆઈની ટીમે હોસ્પિટલમાં જ્યાં ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી તે સ્થળ પર જઈ તપાસ કરી છે, ત્યાર બાદ તપાસ એજન્સીએ હોસ્પિટલની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈના સૂત્રનું કહેવું છે કે આ ઘટનાને સુરક્ષિત રાખવામાં આવી નથી.

સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હોસ્પિટલની અત્યાર સુધીની આ સૌથી મોટી બેદરકારી છે. તેમણે જણાવ્યું કે સેમિનાર હોલમાં અનેક પગના નિશાન મળી આવ્યા છે. આ જ કારણ છે કે CBIની અલગ-અલગ ટીમો 10થી વધુ વખત હોસ્પિટલનું નિરીક્ષણ કરવા અને સેમિનાર હોલમાંથી પુરાવા એકત્ર કરવા ગઈ છે. એટલું જ નહીં 3ડી લેસર સ્કેનિંગ પણ બે વખત કરવામાં આવ્યું છે.

સીબીઆઈ ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહી છે
આરોપી સંજય રોયના સાયકોલોજિકલ ટેસ્ટ બાદ હવે પોલીગ્રાફ ટેસ્ટ પણ થશે. સીબીઆઈ હવે ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહી છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરજી કાર હોસ્પિટલના પ્રિન્સિપાલે તેમના એક વિશ્વાસુ સહયોગી દ્વારા 9 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે જાણ કરી હતી કે પીડિતાનો મૃતદેહ સેમિનાર હોલમાં પડ્યો છે.

CBI સમક્ષ કયા પ્રશ્નો છે?

  • ક્રાઈમ સીન કેમ સુરક્ષિત ન રાખવામાં આવ્યો?
  • મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બેદરકારી કેમ?
  • સેમિનાર હોલમાં મલ્ટિપલ ફૂટપ્રિન્ટ્સ કેવી રીતે આવ્યા?
  • લાશ પડી હતી તો લોકો સેમિનાર હોલમાં કેમ ઘૂસ્યા?
  • પોલીસને જાણ કરવામાં વિલંબ કેમ કરાયો?

ઘટના અંગે મોડેથી પોલીસને માહિતી આપવામાં આવી હતી
ઘટના બાદ ઘણા લોકો સેમિનાર હોલમાં ઘૂસ્યા છે. તત્કાલિન પ્રિન્સિપાલ સંદીપ ઘોષે સમગ્ર ઘટના વિશે જાણ્યા બાદ એક મીટિંગ બોલાવી હતી. પોલીસને આ મામલે મોડેથી જાણ કરવામાં આવી હતી. સીબીઆઈ મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યામાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સંડોવણીની તપાસ કરી રહી છે.

રાજ્યપાલ દિલ્હી પહોંચ્યા, રાષ્ટ્રપતિને મળી શકે છે
કોલકાતાના આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની તપાસ અને દબાવવામાં અનિયમિતતાના આરોપો પછી પશ્ચિમ બંગાળમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાળ પર છે. ગુરુવારે રાજ્યપાલે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર સાથે વાત કરી હતી અને તેમને ન્યાયની ખાતરી આપી હતી. આજે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી શકે છે.

Most Popular

To Top