Vadodara

માંડવી કલ્યાણ પ્રસાદ હોલ ખાતે બ્રાહ્મણ ફેડરેશન દ્વારા યજ્ઞોપવિત્ બદલવાનો કાર્યક્રમ યોજાયો..

વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા ચાર દરવાજા બ્રાહ્મણ સંગઠન દ્વારા કલ્યાણ પ્રસાદ હોલ માંડવી ખાતે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ શૈલેષભાઇ મહેતાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

આજે શ્રાવણી પૂનમ સાથે જ રક્ષાબંધન નો પર્વ. દર શ્રાવણી પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત બદલવામાં આવે છે ત્યારે વર્ષ-2012 થી શહેરના માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ ખાતે બ્રહ્મ અગ્રણી શૈલેષભાઇ મહેતાની આગેવાનીમાં બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહે છે ત્યારે આ વર્ષે આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના અધ્યક્ષ તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ તથા ધારાસભ્ય (ડભોઇ) ના શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)ની આગેવાનીમાં શહેરના માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ સભા હોલ ખાતે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞોપવિત બદલવામાં આવી હતી. જેમાં ષષ્ઠપિઠાધિશ્વર પ.પૂ.ગો.108 આશ્રયકુમાર મહોદય તથા શરણમ કુમાર મહોદયજીના સાંનિધ્યમાં યજ્ઞોપવિત, હવન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મ અગ્રણી અને ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), ધ્રુમિલભાઇ મહેતા, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન, વડોદરા શહેર પ્રમુખ માલવભાઇ ઉપાધ્યાય,મહામંત્રી મુક્તેશ ત્રિવેદી, ચાર દરવાજા બ્રહ્મ સમાજના આગેવાન નિખિલ પુરોહિત સહિતના અન્ય પદાધિકારીઓ તથા બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top