જહાંગીરપુરા… નક્ષત્રની બાજુમાં સુરત મહાનગર દ્વારા મસ મોટું ગ્રાઉન્ડ, નયનરમ્ય રીતે આકાર લઇ રહયું છે. જેમાંથી ઝુંપડા હઠાવીને પાલિકાએ ઘણું સરસ કામ કર્યું છે. ધન્યવાદ. હાલ ત્યાં ત્રણેક ટીમો ક્રિકેટ રમે છે. પીચ સરસ બનાવી છે. ફૂટબોલ ટ્રેઇનીંગ સુંદર વ્યવસ્થિત આયોજન થયું છે. વોલીબોલ પણ નિર્દોષતાથી રમતા જોઇને આંખને આનંદ થાય છે. બે પાંચ મિનિટ દૂરથી બધાને જોઉં છું.
આંખને ટાઢક વળે છે. પણ આખા ગ્રાઉન્ડ ઉપર દ્રષ્ટિપાત થતી પ્લાસ્ટીકની થેલી, કચરો આ દ્રશ્યને ઝાંખુ પાડે છે. એકાદ વખત જે સફાઇ, મ્યુ.નો સફાઇ વિભાગ કરે, કચરા પેટી મૂકે. આવનાર ટીમનું ધ્યાન દોરે, વિવિધ ટીમના સંચાલકો પણ કચરો તેમાં નાંખે એવી સૂચના, સલાહ, આગ્રહ રાખે તો સોનામાં સુગંધ ભળશે એ નિર્વિવાદ છે.
અછારણ – ભગવતી છ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.