World

ઈઝરાયેલનો દક્ષિણ લેબનોનમાં મોટો હુમલો, 10ના મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલની સેનાએ દક્ષિણ લેબેનોનમાં મોટો હુમલો કર્યો છે. આજે વહેલી સવારે ઈઝરાયેલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 10 સીરિયન નાગરિકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે.

ઈઝરાયેલ સૈન્ય દ્વારા આજે તા. 17 ઓગસ્ટની વહેલી સવારે દક્ષિણ લેબનોનના નાબાતીહ પ્રાંતમાં વાડી અલ-કાફુર પર અત્યાર સુધીનો સૌથી ભયંકર હુમલો કરવામાં આવ્યો છે. 8 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા દક્ષિણ ઇઝરાયેલ પર કરાયેલા હુમલોનો બદલો લેવા માટે આ હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

હિઝબુલ્લાહનું કહેવું છે કે જ્યાં સુધી ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ નહીં થાય ત્યાં સુધી તે તેના હુમલાઓ બંધ કરશે નહીં. મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોમાં એક મહિલા અને તેના બે બાળકોનો સમાવેશ થાય છે. અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઈઝરાયેલે હિઝબુલ્લાહના હથિયારોના ડેપો પર હુમલો કર્યો
ઇઝરાયેલના મંત્રાલયના પ્રવક્તા અવિચાય અદ્રીએ જણાવ્યું હતું કે દક્ષિણ પ્રાંતમાં આ હુમલામાં હિઝબુલ્લાહના હથિયારોના ડેપોને નિશાન બનાવવામાં આવ્યું હતું. વાડી અલ-કાફુરમાં કતલખાના ચલાવતા મોહમ્મદ શોએબે જણાવ્યું હતું કે હુમલો ઈન્ડસ્ટ્રીલ અને રેસિડેન્સિયલ બંને વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ઈંટ, મેટલ અને એલ્યુમિનિયમના કારખાનાઓ અને ડેરી ફાર્મ પણ હતું. હિઝબુલ્લાએ હુમલા અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી. લેબનીઝ સરકાર અને અન્ય કેટલાક દેશોના મુખ્ય નેતાઓ મહિનાઓથી ચાલેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે અઠવાડિયાથી પ્રયાસ કરી રહ્યા છે.

Most Popular

To Top