હવે અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરીએ તેમનુ પ્રમુખ પદ છોડવાનું નિશ્ચિત છે અને નવા ચુંટાયેલા પ્રમુખ બાઈડનને ચાર્જ સોંપવાનો છે. પરંતુ અમેરિકામાં કેપિટલ હિલમાં થયેલા તોફાન બાદ ટ્રમ્પને પ્રમુખપદેથી દૂર કરવાની માંગ વધી રહી છે.
અમેરિકન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ માટે પ્રસ્તાવ રજુ તયો જેમાં 232 મતો સમર્થનમાં અને 197 મતો પ્રસ્તાવની વિરુદ્ધ પડયા. હવે 19મી જાન્યુઆરીએ સેનેટ ટ્રમ્પને માટે પ્રમુખપદ છોડવાનો પ્રસ્તાવ લાવશે અને જો પસાર થશે તો ટ્રમ્પે પ્રમુખપદ છોડવું પડશે.
અત્યાર સુધીમાં માત્ર 3 રાષ્ટ્રપતિ વરિદ્ધ મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ) ચલાવવામાં આવ્યો હતો. વિશેષ તો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ જ ટ્રમ્પને પક્ષમાંથી બરતરફ કરવા સરકારના વડા તરીકે પદભ્રષ્ટ કરવા અને આકરી સજા દ્વારા જેલભેગા કરવાની ઝૂંબેશ ઉપાડી છે. આ અમેરિકાની લોકશાહી છે!
અમેરિકાના અનેક સ્ટેટોમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની સરકારો છે તે સરકારના ગવર્નરોએ પણ ટ્રમ્પની નીતિનો ઘોર વિરોધ કર્યો છે. આ અમેરિકાની લોકશાહીની ઉજળી બાજુ છે! આમ તો ટ્રમ્પે તેના કાર્યકામ દરમ્યાન ઘણા સારા કાર્યો પણ કર્યા છે. તેણે જોયુ કે અમેરિકા તરફથી પાકિસ્તાનને જે અઢળક ડોલરોની સહાય થતી હતી તે તેણે તુરન્ત બંધ કરી દીધી.
તેના સમય દરમ્યાન બેરોજગારી સૌથી નીચે હતી. અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધારે અમેરિકનોએ નોકરી મળી હતી. છેલ્લા 65 વર્ષમાં સ્ત્રીઓમાં બેરોજગારી સૌથી ઓછી હતી તેણે સાત મુસ્લિમ દેશોના લોકોને અમેરિકામાં આવતા અટકાવી દેશમાં ટેરરિસ્ટ હુમલાઓ થતા અટકાવ્યા ફર્સ્ટ નેશન અને ફર્સ્ટ અમેરિકન આ બે સુત્રો અમેરિકનોમાં ખુબ લોકપ્રિય હતા.
અમેરિકનો માટે જ મિલિયન જોબ્સ ઉભી કરી હતી. પણ સ્વભાવે તેઓ ખુબ અહંકારી હતા. વળી તેઓ રેસિસ્ટ (જાતિવાદ) હતા. ચારિત્ર્યના પણ ભ્રષ્ટ હતા.કોવિડ-19ના પેન્ડેમિક અંગે પણ યોગ્ય પગલા લીધા નહોતા. (ખુદ પોતે પણ માસ્ક નહોતા પહેરતા) કોવિડ અંગે તબિબી નિષ્ણાતોનું પણ તેઓ સાંભળતા નહોતા.
છેલ્લા દિવસોમાં તો તેઓ જે રીતે વર્ત્યા તેને લીધે સમગ્ર વિશ્વમાં અમેરિકાની છાપ બગડી ગઈ હતી. બાકી આખા વિશ્વમાં કોરોના વાઈરસને ‘ચાઈના વાઈરસ’ કહેવાની માત્ર તેઓમાં જ હિમ્મત હતી! અમેરિકામાં પ્રમુખપદેથી છુટા થઈને કોઇ ભૂતપૂર્વ પ્રમુખ રાજકારણમાં સક્રિય રહેતા નથી. ટ્રમ્પ શું કરશે?
યુ.એસ.એ. -કિરીટ ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.