ગાંધીનગર (Gandhinagar): દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જવાબદારીઓમાં વધુ એક જવાબદારી ઉમેરાઇ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અવસાન પછી સોમનાથ ટ્રસ્ટના ચેરમેનનું પદ ખાલી હતું. આજે નવા ચેરમેનની વરણી કરવા માટે ટ્રસ્ટીઓની બેઠક કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેરમેન બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ પદ માટે આમ તો લાલકૃષ્ણ અડવાણીના નામની ચર્ચા થઇ હતી પરંતુ આ પદની બાજી પણ તેમના વડાપ્રધાન બનવાના સપનાની જેમ મોદી મારી ગયા હતા.
આજે સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની વર્ચુઅલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેરમેન બનાવવામાં આવ્યા છે. જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમા ચેરમેન બન્યા છે. એવું પણ નોંધાયુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરની વિકાસ યાત્રાના હંમેશા કોઈને કોઈ રીતે યોગદાન આપતા રહ્યા છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓ સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી બન્યા હતા. આજે કોરોનાની મહામારી વચ્ચે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ટ્રસ્ટીઓ જોડાયા હતા. આ બેઠકમાં ચેરમેન તરીકે PM મોદીની નિમણૂક કરવામાં આવી છે. તેમનો ચેરમેન તરીકેનો કાર્યકાળ એક વર્ષનો રહેશે.
સોમનાથ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે. હિંદુ ધર્મની અજોડ આસ્થાનનું પ્રતિક એ સોમનાથ મંદિર છે. સોમનાથ મંદિર 12 જ્યોતિર્લીંગમાંનું એક છે. એવું પણ કહેવામાં આવે છે કે, સોમનાથ મંદિરનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રદેવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીં ભાલકા તીર્થથી જ ભણવાન કૃષ્ણએ દેહનો ત્યાગ કરીને વૈકુંઠ તરફ પર્યાણ કર્યું હતું. ચંદ્રદેવને મળેલા શ્રાપના નિવારણ માટે તેમણે સોમનાથ મહાદેવની સ્થપના કરી હોવાનું પણ પુરાણોમાં દર્શાવામાં આવ્યું છે.
ટ્રસ્ટી-સેક્રેટરી પી કે લહેરીએ જણાવ્યું હતું કે, “સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાંના એક એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.” સોમવારે સાંજે ઓનલાઇન બેઠક બાદ લહેરીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે કેશુભાઇના મોત બાદથી પોસ્ટ ખાલી હતી.
અન્ય ટ્રસ્ટીઓમાં ભાજપના નેતા એલ.કે. લહેરીએ કહ્યુ કે જ્યારે શાહે અધ્યક્ષ તરીકે પીએમ મોદીનું નામ સૂચવ્યું, ત્યારે મેં તેમને ટેકો આપ્યો અને ત્યારબાદ અન્ય ટ્રસ્ટીઓએ સર્વાનુમતે નવા અધ્યક્ષ તરીકે વડા પ્રધાનની પસંદગી કરી. લહેરીએ ઉમેર્યું હતું કે, ટ્રસ્ટીઓ ભાવિ યોજનાઓની ચર્ચા કરવા માટે બીજી બેઠક કરશે.