સંતરામપૂર: સંતરામપુર ખાતે આવેલ ગાયનેક હોસ્પિટલના તબીબ તેમજ નર્સિંગ સ્ટાફ અને મહિલા દર્દીઓ સાથે સંતરામપુર પોલીસ એ કરેલ દંડાવાળી થી પોલીસ માટે લાંછનરૂપ ઘટના બની હતી ડોક્ટર્સ સાથે મારામારી અને તેમના ઘરમાં પ્રવેશીને તોડફોડ કરવાની ઘટનામાં સંતરામપુરનો આંકડા મટકી જુગારનો બુટલેગર અને પોતાની પત્નીના જ મર્ડર કેસમાં સામેલ મર્ડર કેસનો આરોપી હતો તે આરીફ કયુમ ટેણી નામનો ઇસમ હોવાનો ખુલાસો થયો છે જેથી આ કેસમાં એક નવો જ વળાંક આવે તેમ લાગી રહ્યું છે.
મહિસાગર જિલ્લા પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશને બોલાવી ને આરીફ ટેણી નામના માથાભારે માણસ નો જવાબ લીધો હતો પોલીસ ના મારનો ભોગ બનેલા ડૉક્ટર સહિત અન્યના પણ જવાબો લેવાની તજવીજ તપાસ અધિકારી ડી વાય એસ પી એન વી પટેલ દ્વારા ગઈકાલે હાથ ધરાઇ હતી.
પોલીસ સાથે હોસ્પિટલમાં મારામારી કરવામાં અને ઘરમાં તોડફોડ કરવામાં લાલ અને સફેદ કપડામાં કોણ હતો તેનો ખુલાસો ગઈકાલે થયો હતો આ કયા હેતુથી અને કોણ પોલીસના કહેવાથી મારામારીમાં સામેલ હતો તેમજ હોસ્પિટલમાં પ્રવેશી તોડફોડ કરવામાં અને ડોક્ટરના ઘરમાં ઘૂસી તોડફોડ કરવામાં પણ તે સામેલ હતોસંતરામપુર ગાયનેક હોસ્પિટલમાં તારીખ ૧૫મી ના રોજ પોલીસે તોડફોડ કરી ને માર માર્યો હતો.
ઘટનામાં આઠ પોલીસ સસ્પેન્ડ થયા છે અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ તેમજ ટ્રાફિક ના વિરાભાઈ માછી ને બદલી કરાઈ છે આ ઘટના બનવા પાછળ ટ્રાફિક જમાદાર વીરાભાઇ અને અસામાજિક તત્વો ની વચ્ચેની સાંઠગાંઠ ના કારણે જ બનવા પામ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
જે ઘટનામાં પોલીસની સાથે અસામાજિક તત્વ સામેલ હતો મારામારીમાં રોડ ઉપર પણ અને હોસ્પિટલમાં ઘૂસીને પણ તોડફોડ કરવામાં સામેલ હતો જેના કારણે આ કેસમાં નવો વળાંક આવે તેમ લાગી રહ્યું છે. ટ્રાફિક જમાદાર વીરાભાઇ ના કારણે સંતરામપુર પોલીસ ને નીચા પણું જોવાનો વારો આવ્યો છે