Madhya Gujarat

ખેડા નગરપાલિકાના ત્રણ સભ્યોને ગેરલાયક ઠેરવતી રાજય સરકાર

નડીયાદ:ખેડા નગરપાલિકામાં પ્રમુખ અને ઉ૫પ્રમુખ ની ચુંટણી દરમ્યાન ભાજપના મેન્ડેન્ટ વિરુઘ્ઘ કાર્યવાહી કરનારા ત્રણ (૩) નગરપાલિકાના સભ્યોને ગુજરાત રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના અઘિકારી દિલીપકુમાર રાવલ ઘ્વારા તા. ૧૫ જાન્યુઆરીના રોજ નગરપાલિકાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવતા હુકમ કરવામાં આવ્યો છે જેના કારણે ખેડામાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી અનુસાર ખેડા નગરપાલિકાના સભ્ય દિનેશભાઇ રાઠોડે ગુજરાતના પક્ષાંતર ઘારા હેઠળ ગુજરાત રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના અઘિકારી સમક્ષ  ફરિયાદ નોંઘાવી હતી જે ફરીયાદના સંદર્ભે અઘિકારી દિલીપભાઇ રાવલ ઘ્વારા યોગ્ય તપાસ અને પુરાવાના આઘારે  ત્રણ (૩) સભ્યો નં. ૧ ભાનુમતીબેન રામસિંહ વાઘેલા ર. અશોકભાઇ ઉદાભાઇ ગોહીલ ૩. ઘનશ્યામભાઇ છોટાલાલ ગાંઘીએ નગરપાલિકાની તા. ૦૨/૦૯/૨૦૨૦ ના રોજ  યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટણી દરમ્યાન ભાજપ પક્ષના વ્હીપનો અનાદર કરીને ૫ક્ષ વિરોઘી પ્રવૃત્તિ કરી ૫ક્ષના આદેશનો ભંગ કર્યો હતો.

આ કૃત્ય કર્યા બાદ ૫ણ રાજકીય ૫ક્ષ સ્વેચ્છાએ છોડી દીઘો હોવાનો પુરવા થતાં ઉ૫રોકત ત્રણ (૩) સભ્યોને નગરપાલિકાના સભ્ય પદેથી ગેરલાયક ઠરાવવાનો હુકમ ગુજરાત રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના અઘિકારી દિલીપકુમાર રાવલ ઘ્વારા તા. ૧૫ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો છે જેના કારણે ખેડાનગરમાં ભારે હલચલ મચી ગઇ છે. આ સદર્ભે  નગરપાલિકાના ચીફઓફીસર હીતેન્દૂભાઇ વાલેરાનો સંપર્કે કરતાં તેઓએ આ વાતસાચી હોવાનું  જણાવી આજે ઓર્ડર  મળ્યો  હોવાનું જણાવ્યુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top